અમિત શાહનું ત્રણ પેઢી સાથે મહાકુંભ મેળામાં શાહી સ્નાન: જય શાહ સહીત યોગી-રામદેવ રહ્યા સાથે…

Mahakumbh Mela Shahi Snan: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં ડૂબકી લગાવી, તેમની સાથે સીએમ અને સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું. આ પછી શાહ જુના અખાડામાં સંતો અને ઋષિઓ સાથે રાત્રિભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.અમિત શાહનું (Mahakumbh Mela Shahi Snan) વિમાન સવારે 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પર ઉતર્યું હતું. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે સ્વાગત કર્યું. શાહ અહીંથી BSF હેલિકોપ્ટરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) પહોંચ્યા. ત્યારબાદ કારમાં અરેલ ઘાટ ગયા.

અમિત શાહે સંગમમાં ડૂબકી
ગૃહમંત્રી અમિત શાહે વૈદિક મંત્રોના જાપ વચ્ચે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન બાબા રામદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાબા રામદેવના કહેવા પર સીએમ યોગીએ યોગ ગુરુ સાથે અલગથી સ્નાન પણ કર્યું અને નદીમાં ડૂબકી લગાવી હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે બામરોરી એરપોર્ટ પહોંચ્યા હતા.

કુંભ સનાતન ધર્મના જીવન દર્શનનું પ્રદર્શન કરે છેઃ અમિત શાહ
નોંધનીય છે કે, વીડિયો શેર કરતા લખ્યું કે, “‘મહાકુંભ’ સનાતન સંસ્કૃતિના સતત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. કુંભ સનાતન ધર્મના જીવન દર્શનનું પ્રદર્શન કરે છે, જે સુમેળમાં મૂળ ધરાવે છે. હું પવિત્ર શહેર પ્રયાગરાજમાં એકતા અને અખંડિતતાના આ મહાન ઉત્સવમાં સંગમમાં ડૂબકી લગાવવા અને સંતો પાસેથી આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છું.’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ ત્રિવેણી સંગમમાં કર્યું હતું પવિત્ર સ્નાન
મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં અનેક નેતાઓ મહાકુંભમાં આવીને પવિત્ર સ્નાનનો લ્હાવો માણ્યો છે. થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર ભક્તો પાણીમાં ડૂબકી લગાવવા માટે આવે છે.

જે પાપોને શુદ્ધ કરવા અને મોક્ષ (મુક્તિ) આપવા માટે માનવામાં આવે છે. આ મહાકુંભનો મેળો 144 વર્ષે યોજાયો છે. જેમાં 10 કે 20 લાખ નહીં પરંતુ કરોડોની સંખ્યામાં ભક્તો આવી રહ્યાં છે.