સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વચ્ચે ગુજરાત આવશે અમિત શાહ: મતદાન બાદ કરશે આ ખાસ કામ- જાણો જલ્દી…

હાલ ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે અને આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. ત્યારબાદ પ્રચારના પડઘમ શાંત પડી જશે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે. આ દરમિયાન રવિવારે તેઓ નારણપુરા બોર્ડમાં મતદાન કરશે અને ત્યારબાદ તેમનો મેચ જોવાનો પણ કાર્યક્રમ છે.

નોંધનીય છે કે, ઘણા મહિનાઓ બાદ અમદાવાદમાં મેચ થવા જઈ રહી છે અને મોટેરા સ્ટેડિયમમાં મેચને લઈને અમદાવાદના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં મતદાન કર્યા બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા જશે. નોંધનીય છે કે, અમદાવાદના મોટેરામાં ભારત-ઇગ્લેન્ડ વચ્ચે મેચ થવાની છે.

ક્રિકેટ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ મોટેરા આંતરરાષ્ટ્રીય મેચો માટે હવે તૈયાર છે. અને આવતી 24 ફેબ્રુઆરીથી અહિયાં બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 મેચો સાથે કુલ 7 મેચ રમાવા જઈ રહી છે. 800 કરોડ કરતા પણ વધારેની કિંમત સાથે તૈયાર થયેલા મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિતશાહના હસ્તે 24મીએ લોકાર્પણ પણ થવાનું છે.

63 એકર જમીન પર તૈયાર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં પહોંચતા પહેલા જ એની ભવ્યતા એના બાંધકામ પરથી નજર સામે આવી જાય છે. સ્ટેડીયમમાં પહોંચવા માટે અલગ-અલગ ચાર પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. સ્ટેડીયમ પરિસર બાદ મુખ્ય મેદાન અને પેવેલિયન પર જવા માટે પણ ખાસ ચાર દિશામાં ચાર એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 1.10 લાખ લોકોની બેઠક ક્ષમતા વાળા સ્ટેડીયમમાં પ્રવેશ માટે અનુચિત એન્ટ્રી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે.

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રવેશતા જ એન્ટ્રી પોઈન્ટ પર ખાસ હોલ ઓફ ફેમ ફોટો ગેલેરી આકર્ષણનું કેદ્ર બનશે. કારણ કે, આ ગેલેરીમાં નામ પ્રમાણે ભારતીય ક્રિકેટની યાદગાર પળોને સાચવવામાં આવી છે. આ સિવાય પણ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જીસીએના ચેરમેન હતા તે સમયની યાદગાર તસવીરો પણ અહીં સાચવવામાં આવી છે. કારણ કે, આપણા પ્રધાનમંત્રીનું જ સપનું હતું મોટેરાને વિશ્વનું નંબર 1 સ્ટેડિયમ બનાવવાનું. મોટેરા સ્ટેડિયમની એન્ટ્રી તો જોઈ. પરંતુ દર્શકોને તો સ્વાભાવિક પણ સ્ટેડિયમ અંદરથી કેવું સુંદર અને કેટલું વિશાળ છે તે જોવાનો ઉત્સાહ હશે. આવો જરા મોટેરાની અંદરની સુંદરતા અને ખાસિયત પણ જોઈ લઈએ.

ભવ્ય મેદાન તો તમે નિહાળ્યું. પરંતુ આ મોટેરા સ્ટેડિયમની બીજી એક વિશેષતા એ પણ છે કે, અહીં કોઈપણ ખૂણેથી બેસીને તમે મેચ જોશો તો તમને બાઉન્ડી દેખાશે. આ ઉપરાંત 1.10 લાખ દર્શકો અહીં એક સાથે મેચ જોઈ શકે છે. એટલું જ નહીં સ્ટેડિયમ એટલા માટે પણ ખાસ છે કે, અહીં કૅલ 11 પીચ આવેલી છે. હવે જરા આપને ગ્રાઉન્ડનો નજારો પણ બતાવી દઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *