CM રૂપાણીનો પ્રજાલક્ષી નિર્ણય- વીજ બિલ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કર્યો

કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. લોકોના બેન્કના હપતા, ઘરનું ભાડું, ધંધો-દુકાનનું ભાડું અને વીજળી બિલ જેવા ખર્ચા માથે…

કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. લોકોના બેન્કના હપતા, ઘરનું ભાડું, ધંધો-દુકાનનું ભાડું અને વીજળી બિલ જેવા ખર્ચા માથે ચડી રહ્યા છે, જયારે સામેની બાજુ આવક શૂન્ય છે. ત્યારે આજરોજ રુપાણી સરકારે ખુબ સંવેદનશીલ નિર્ણય લીધો છે. સરકારે લાઈટ બીલમાં રાહત આપી છે. રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ એપ્રિલ માસના વીજબિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે.

આ નિણર્ય અનુસાર, રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ અને એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે. રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગોને આર્થિક રાહત આપવા સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યના આવા તમામ એલટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજ બિલમાં ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે.આ અગાઉ રાજ્ય સરકારે માત્ર લોકડાઉનમાં આવા બંધ રહેલા એલ.ટી વીજ વપરાશકારોને જ ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો.

રાજ્યમાં એચ.ટી ગ્રાહકોના સંદર્ભમાં નિર્ણય થયો છે કે, લોકડાઉન દરમિયાન એવા વીજ ગ્રાહકોનો કે જેમનો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે, તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી એપ્રિલ માસના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક, ટેલિકોમ કંપનીઓ, પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ, રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ. ખાનગી હોસ્પિટલો લોકડાઉન દરમિયાન મહદ અંશે બંધ રહી છે. આમ છતાં જે હોસ્પિટલનો વીજ વપરાશ લોકડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ અગાઉ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરીને માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત 15મી મે સુધી લંબાવી હતી. આ ઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *