જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir): જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે ગૃહમંત્રી(Home Minister) અમિત શાહ(Amit Shah)ની આજથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત શરૂ થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370(Article 370) અને 35A હટાવ્યા બાદ અમિત શાહ પ્રથમ વખત શ્રીનગર(Amit Shah Kashmir Visit) પહોંચી રહ્યા છે. શાહ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરમાં રહેશે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા તેમજ વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. ગૃહમંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે એક તરફ પૂંછ અને રાજૌરીમાં આતંકવાદી(Terrorist)ઓ વિરુદ્ધ મોટા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ જમ્મુ -કાશ્મીરમાં નાગરિકો સામે આતંકવાદી ઘટનાઓ વધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 અને 35A નાબૂદ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામની નજર સતત ગૃહમંત્રી અમિત શાહની કાશ્મીર મુલાકાત પર હતી. અમિત શાહ પોતાના ત્રણ દિવસીય પ્રવાસના પહેલા દિવસે શ્રીનગર પહોંચશે અને પછી બીજા દિવસે જમ્મુ જશે.
આતંકી હુમલાઓ વચ્ચે ‘મિશન કાશ્મીર’:
સૂત્રોનું માનીએ તો ગૃહમંત્રી શાહની મુલાકાત પહેલા આતંકવાદી સંગઠનો વધુ સક્રિય થયા છે જેથી ગૃહમંત્રી તેમનો પ્રવાસ રદ કરી શકે, પરંતુ ગૃહમંત્રી શાહે આ મુલાકાત અંગે વધુ સક્રિયતા દાખવી. આ સાથે સુરક્ષા એજન્સીઓને આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. અમિત શાહની મુલાકાત પહેલા અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવા માટે તૈનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIA એ આતંકવાદી કાવતરાના આરોપમાં કુલગામ, શોપિયાં અને પુલવામામાંથી આઠ લોકોની ધરપકડ પણ કરી છે.
સુરક્ષા દળો કાર્યવાહીમાં, ડઝનબંધ ડ્રોન તૈનાત:
ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ -કાશ્મીર મુલાકાત પહેલા સુરક્ષા દળો સંપૂર્ણ રીતે કાર્યરત છે. સુરક્ષા દળો શ્રીનગરના એવા વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખી રહ્યા છે જ્યાં અન્ય લઘુમતી સમુદાયના લોકો કાશ્મીરી હિન્દુ પંડિતો સાથે રહે છે. આ સિવાય શ્રીનગરના રસ્તાઓ પર બંકરો બનાવવામાં આવ્યા છે. જ્યાં સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સીઆરપીએફની ટીમો ડ્રોન દ્વારા દરેક નાની હિલચાલ પર નજર રાખી રહી છે અને જો કોઈ શંકાસ્પદ દેખાય તો તેની કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં પોલીસ દ્વારા પકડાયેલા આતંકવાદીઓના 25 મદદગારોને હવે આગ્રા જેલમાં ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં, આતંકવાદીઓએ ઘણા નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા, તેથી હવે બંકરોવાળી પોસ્ટ્સ મૂકવામાં આવી છે અને ડ્રોન પણ ઉડાડવામાં આવી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત અને ઘાટીમાં લઘુમતીઓ પરના હુમલાને ધ્યાનમાં રાખીને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ કોઈપણ દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવાનો છે. અમે તમને જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની કેટલીક તસવીરો બતાવી. હવે આ અંગે સુરક્ષા દળોની રણનીતિ સમજો. વાસ્તવમાં, આતંકવાદીઓને ખીણમાં કોઈપણ નાપાક કૃત્યને અંજામ આપવાની આવી તક મળશે નહીં.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ગૃહમંત્રી શાહને માહિતી આપશે. અમિત શાહ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. આજે જે લોકો અમિત શાહને મળશે તેમાં IB અધિકારીઓ ઉપરાંત CRPF અને NIAના DG પણ સામેલ છે. ગૃહમંત્રી પંચાયતના સભ્યો તેમજ રાજકીય કાર્યકરોને સંબોધશે. અમિત શાહ શ્રીનગરથી શારજાહની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન પણ કરશે.
અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત વધુ મહત્વની બની જાય છે કારણ કે છેલ્લા એક મહિનામાં આતંકવાદીઓએ તેમની વ્યૂહરચના બદલી છે અને સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાવવા માટે ટાર્ગેટ કિલિંગનો નવો રસ્તો પસંદ કર્યો છે. છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગ દ્વારા અનેક નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. તમામ પડકારો વચ્ચે પણ ગૃહમંત્રી શાહે તેમની મુલાકાતને લઈને વધુ જોરદાર સક્રિયતા દર્શાવી છે. સંદેશ સ્પષ્ટ છે કે દેશના ગૃહમંત્રી કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર જવા માંગે છે અને જણાવે છે કે કોઈપણ રાષ્ટ્ર વિરોધી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.