સુરત ભાજપના નેતાએ કર્યું પોતાના 300 ભાડુઆતોનું ભાડું માફ, સતત કરી રહ્યા છે સેવા કાર્ય

કોરોના ને લઈને છેલ્લા એક મહિનાથી ભારત અને ગુજરાતમાં ધંધા રોજગાર બંધ છે. દૈનિક કામદારો અને મજુર વર્ગને અને સીધી અસર થઈ છે અને તેઓ પાસે હવે ખાવાપીવાના તો ઠીક ભાડું ચુકવવા ના પણ રૂપિયા બચ્યા નથી. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરતના ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોતાના ભાડૂતો માટે જે કાર્ય કર્યું છેm તે દેશના તમામ નેતાઓ અને સધ્ધર લોકોએ અનુસરવાની જરૂર છે.

સુરત મહાનગરપાલિકાના ગોડાદરા ડિંડોલી વિસ્તારના કોર્પોરેટર અમિત સિંહ રાજપુત સુરત મહાનગરપાલિકામાં ડ્રેનેજ કમિટીના ચેરમેન છે. જેઓના સુરતમાં ૩૦૦ જેટલા ભાડે આપેલા મકાન છે. તેઓએ lockdown દરમિયાન પોતાના તમામ ભાડુઆત શ્રમજીવીઓ અને ગરીબ વર્ગના લોકો ના ભાડા માફ કરવાનો નિર્ણય કર્યો છે. Lockdown ના સમયમાં ઘણા મકાન માલિકો દ્વારા હાલમાં ભાડું વસુલવાનું મુલતવી રાખી રહ્યા છે. પરંતુ બાદમાં વસૂલ કરશે તેવું કહી રહ્યા છે. ત્યારે અમિત સિંહ રાજપૂતે કરેલા નિર્ણયને કારણે એક સામાજિક દાખલો બેઠો છે.

અમિત સિંહ રાજપૂત દ્વારા માત્ર ભાડામાં આપવી જ નહીં પરંતુ lockdown શરૂ થયુ ત્યારથી મજૂરી કરતાં શ્રમજીવીઓ માટે ભોજન અને ફુડ પેકેટની વ્યવસ્થા કરાવી રહ્યા છે. અમિત સિંહ રાજપૂત દ્વારા પોતાના વિસ્તારના કાર્યકરો ને જવાબદારી સોંપીને સુરત મહાનગરપાલિકા અને સતત મદદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *