હજીરા-સુરત, 17 મે 2023: હજીરા-સુરતના આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AMNS Surat CBSE RESULT) ટાઉનશિપમાં આવેલી AMNS International School ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 સીબીએસઈ પરીક્ષામાં ઉતીર્ણ થઈ સ્કૂલને 100 ટકા ઉજ્જવળ પરિણામ અપાવ્યું છે. અહી વિશેષતઃ સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ સંસ્કૃત જેવા મુશ્કેલ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી પોતાની બુદ્ધિબળનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
CBSE પરિક્ષામાં સ્કૂલના તમામ 92 વિદ્યાર્થી પાસ થયા છે. 97.8 ટકા માર્ક સાથે અસ્મિતા આમ્ટે ટોપર રહી છે. તે પછી જૈનમ પંચાલે 97 ટકા અને ઉદયન શાસ્ત્રીએ 96.8 ટકા માર્કસ મેળવ્યા છે. નોંધનીય છે કે 36 વિદ્યાર્થીઓએ પસંદ કરેલ સંસ્કૃત વિષયમાં 8 વિદ્યાર્થીઓ (અસ્મિતા આમ્ટે, જૈનમ પંચાલ, ઉદયન શાસ્ત્રી, દિવ્યાંશુ રાય, સંભવી શ્રીવાત્સવ, અર્ણવ મંગોલી, ખુશ્બુ યાદવ અને આયુષી રંજન)એ 100માંથી 100 માર્કસ મેળવ્યા અને અન્ય 3 વિદ્યાર્થીઓ પણ 100માંથી 99 માર્ક સાથે સરભર રહ્યા હતા. આ ઉપરાંત એક વિદ્યાર્થીને અંગ્રેજી અને સોશિયલ સાયન્સમાં 100માં 99 માર્ક મળ્યા છે. ગણિત અને હિંદીમાં પણ સૌથી વધુ 98 માર્ક મળેલા છે.
એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ (AMNS Surat CBSE RESULT) નાં આચાર્ય સુનિતા મટ્ટુ જણાવે છે કે “અમારા વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડની પરિક્ષાઓમાં અપવાદરૂપ સારાં પરિણામો લાવવાની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છુ. હુ તમામ શિક્ષકોને પણ ઉત્તમ પરિણામ લાવવા માટે સખત પરિશ્રમ અને પ્રયાસો બદલ અભિનંદન પાઠવુ છું.”
અહી ઉલ્લેખનીય છે કે 80% થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 80% કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. લગભગ 12% વિદ્યાર્થીઓએ 70 થી 80% ની વચ્ચે સ્કોર કર્યો, જ્યારે બાકીના 7% વિદ્યાર્થીઓએ 60% થી વધુ સ્કોર મેળવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.