બંગાળની ખાડી માંથી જન્મેલું “અમ્ફન” તોફાન ધીમે-ધીમે તીવ્ર અને ભયંકર સ્વરૂપમાં બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગે આ વાતની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે કે આવનારા 24 કલાકમાં તે અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગની આ આગાહીના કારણે કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે અને સમુદ્રમાં વિશાળ મોજા ઉછળી શકે છે. (demo pic)
ઓડિશા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાજપુર, ભદ્રક, બાલાસોર, મયૂરભંજ, ગંજમ, જગતસિંહપુર, ગજપતિ, નયાગઢ, કટક, કેન્દ્રપાડા, ખુર્દા અને પુરીના જિલ્લા અધિકારીઓને સાવધાન રહેવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ તમિલનાડુમાં પણ “અમ્ફન”નો ખતરો વધી ગયો છે. રવિવારના રોજ ફૂંકાયેલા ભારે પવનથી સેંકડો વૃક્ષો જમીનમાંથી ઉખડી ગયા હતા. કોઈમ્બતુર સહિતના જિલ્લાઓમાં વૃક્ષો પડવાની પણ ખબર સામે આવી છે.
સ્પેશિયલ રિલીફ કમિશનના પી.કે જેનાએ જણાવતાકહ્યું હતું કે, તદઉપરાંત અમે ચાર તટીય સ્થળો પર નજર રાખી રહ્યા છીએ. સાથે-સાથે તેમણે વધારે જણાવતા કહ્યું કે, ચક્રવાતી તોફાનના ખતરાને જોતા લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે-સાથે ઓડિશામાં ચક્રવાતનો પ્રભાવ ઓછો થવાના તુરંત બાદ વીજળી, પાણીની સુવિધા, રસ્તો સાફ કરવો અને રાહત અભિયાન શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.(demo pic)
અમ્ફાન તોફાનના ખતરાને જોતા NDRFએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પોતાની 17 ટીમો તહેનાત કરી દીધી છે અને અન્ય ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. NDRFની એક ટીમમાં લગભગ 45 સભ્યો હોય છે. જો આ તોફાને મોટું સ્વરૂપ ધારણ કર્યું તો ઘણા રાજ્યોને આનું પરિણામ ભોગવવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news