Amreli Letter Case: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં (Amreli Letter Case) ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાયું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદેદાર અને એક મહિલા સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.
આ પછી પોલીસે કથિત લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. સમગ્ર મામલામાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે, તો બીજી તરફ આ ઘટનાને લઇ બેઠકમાં દિનેશ બાંભણીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, મનોજ પનારા બેઠકમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી સહિતના પાટીદાર અગ્રણીઓ પહોચ્યા છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના સભ્યો પણ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત
પત્રમાં પ્રતામ દુધાતે લખ્યું હતું કે, ‘અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયો હતો. જેમાં પોતાના માલિકના કહેવા પ્રમાણે ઓપરેટર તરીકે કામ કરતી પટેલ સમાજની દીકરીએ ટાઈપ કર્યું હતું. લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીની કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો, તેણે ફક્ત પોતાના માલિકના જણાવ્યા અનુસારનું ટાઈપ કર્યું હતું.
તેમ છતા આ દીકરીને આરોપી બનાવી રાત્રે 12 વાગ્યે અમરેલી પોલીસે ધરપકડ કરીને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર તેનું સરઘસ કાઢતા હોય એ રીતે ચલાવીને બનાવના સ્થળ પર લઈ ગયા હતા. અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાનો અહમ સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કર્યું જેમાં કાયદો અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ મહિલા રાત્રિના સમયે ધરપકડ ના કરી શકાય અને કોઈ પણ મહિલાની ઓળખ છતી થાય એમ લોકો વચ્ચા લાવવામાં ના આવે તેમ છતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું.
આમ અમરેલી પોલીસે બંધારણીય દૃષ્ટિએ આ દીકરી સાથે અન્યાય કર્યો છે. અમરેલીમાં ગુનેગારો, બુટલેગરો, ખનીજ ચોર વગેરેના આરોપીનું ક્યારેય સરઘસ કાઢ્યું નથી, આ ઉપરાત ઘણા આરોપીઓ ફરાર છે અને ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતા તેમને ક્યારેય પકડવામાં આવતા નથી. જેથી અમરેલી પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે.’
શું છે સમગ્ર મામલો?
પોલીસની માહિતી મુજબ, અમરેલીમાં ભાજપના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે કેટલાક શખસોએ બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું ઘડવાયું હતું. આ મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાને ઝડપી પાડ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App