કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નકલી PA ની ધરપકડ… જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

Purushottam rupalas Fake PA arrested in amreli : ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. નકલી ઘી, નકલી માવા, નકલી મસાલા, નકલી પનીર, નકલી મુખવાસ…

Purushottam rupalas Fake PA arrested in amreli : ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. નકલી ઘી, નકલી માવા, નકલી મસાલા, નકલી પનીર, નકલી મુખવાસ બાદ હવે તો હદ જ થઈ ગઈ છે. રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડા ફાટી નીકળ્યો છે. થોડા સમય પહેલા એક નકલી PMO દ્વારા કાશ્મીરમાં VVIP સુવિધાઓ મેળવી હતી. જેના કારસ્તાનો બહાર આવ્યા હતાં.

ત્યાર પછી છાસવારે ગુજરાતમાં પણ નકલી અધિકારીઓ અને મંત્રીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપીને પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપવાના મામલે પોલીસે નકલી PAની અટકાયત(Purushottam rupalas Fake PA arrested in amreli) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નકલી PA તરીકેની ઓળખ આપી ધાકધમકી આપનારાઓ પણ સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર મનસુખ વસોયાને 2 દિવસ પહેલા મોબાઈલ કોલમાં ધમકી ભર્યા સ્વરમાં એક પાગલ પુરુષને માનવ મંદિર આશ્રમમાં રાખવા માટે કોલ આવ્યો હતો.

અમરેલી હનુમાનપરા શેરી નંબર 5માં રહેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનો અમરેલી ખાતે આવેલ કાર્યાલયનો વહીવટ સંભાળતાં હિરેન લાભુભાઈ વાળાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, અજાણ્યા શખ્સે ગત તારીખ 29-11-23નાં સાવરકુંડલાના હાથસણી ગામે આવેલ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી મનસુખભાઈ વસોયાને ફોન કરી પોતાની ઓળખ પુરુષોત્તમ રૂપાલાના PA તરીકે ઓળખ આપી તમારા આશ્રમમાં માનસિક અસ્થિર વ્યક્તિને દાખલ કરવો છે તેમ કહ્યું હતું. જોકે, કોલ કરનાર આ શખ્સ ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો ભાવેશ જગદીશ ગોયાણી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આશ્રમના ટ્રસ્ટીએ મહિલા માનસિક અસ્થિર ને જ આશ્રમમાં રાખવામાં આવતાં હોવાનું જણાવી પુરૂષને આશ્રમમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ થોડીવાર પછી અજાણ્યા શખ્સે ફોન કરી તમારી 11 લાખની ગ્રાંટ મંજુર થવાની હતી તે હું સરકારમાંથી મંજુર કરાવી દઈ પરંતુ હવે તમને આ ગ્રાંટ નહીં મળે તેમ કહી તમને કોથળા મોંઢે ધર્માદો આપી છી, તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીએ અજાણ્યા શખ્સના બંને ફોન રેકોર્ડીંગ કરી લીધા હતા. આ અંગે તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલાના PA નહીં હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે પરસોતમ રૂપાલાના કાર્યાલય મંત્રી હિરેનભાઈને વાત કરી હતી. આ બનાવ બાબતે અમરેલી LCBને જાણ કરતાં પોલીસે મોબાઈલ નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ અમરેલી રહેતા ભાવેશ ગોયાણી નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *