સુરત/ રૂપાલી ઈન્ડસ્ટ્રીમાં લિફ્ટ અને સલેબ વચ્ચે ગળું ફસાતા 15 વર્ષીય કિશોરનું મોત, પરિવારનો એકનો એક કુળદીપક બુઝાયો

15-year-old boy died in Surat: સુરતના ઉધના વિસ્તારમાં આવેલી રૂપાલી ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત(15-year-old boy died in Surat) થયું હતું. કિશોર સંચાખાતામાં પાણી આપવા જઈ રહ્યો હતો. તે દરમ્યાન લિફ્ટ અને સલેબ વચ્ચે ગળું ફસાઈ જતા કિશોરનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. કિશોરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ રસ્તામાં તેને દમ તોડી દીધો હતો. હાલ તો પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસની સાથે પરિવારને જાણ કરવામાં આવી છે.

મંગલ સુખબદન સિંગનું મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો. મંગલના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. અભ્યાસ છોડી દીધા બાદ ગામમાં બેકાર રહેતો હતો. 15 દિવસ પહેલા જ મંગલ તેના કાકા સાથે સુરત ફરવા આવ્યો હતો. ત્યારબાદ કાકા ફરી વતન જતા રહ્યા હતા, પરંતુ મંગલ વતનના મિત્રો સાથે રોકાઈ ગયો હતો. તેઓ એક રૂમમાં 5 જણા રહેતા હતા. મિત્રો સંચા ખાતામાં પાણી ભરવાનું કામ કરતા હોવાથી દિવસ દરમિયાન મંગલ પણ મજૂરી કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો.

ઉધના વિસ્તારમાં આવેલી રૂપાલી ઇન્ડસ્ટ્રીના સંચાખાતામાં 15 વર્ષના બાળ કારીગર મંગલ સુખબદન સિંગનું મોત નીપજ્યું હતું. મધ્યપ્રદેશથી સુરત ફરવા આવેલો કિશોર મિત્રો સાથે પાણી ભરવાનું કામ કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો. દરમિયાન લિફ્ટમાં ગળું ફસાઈ જતા તેનું મોત થયું છે. મૃતક કિશોર માતા-પિતાનો એકનો એક દીકરો હતો.

ઘટના આજે સવારે બની હતી. મંગલ કામ પર હતો. ત્યારે લિફ્ટમાં બેસીને બીજા માળે જતો હતો. પાણીની બોટલ પર બેસી જતો હતો. દરમિયાન બેલેન્સ ગુમાવતા લિફ્ટમાં તેનું ગળું ફસાઈ ગયું હતું, જેથી મંગલે બુમાબુમ કરી દીધી હતી. સાથી મિત્રો મદદે પહોંચે તે પહેલાં મંગલ ગૂંગળાઈને બેભાન થઈ ગયો હતો. લિફ્ટમાંથી બહાર કાઢી મિત્રો સારવાર માટે 108માં સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મંગલને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *