સમુદ્ર મંથન તથા તેમાથી નીકળેલ અમૃત કળશની વાત આપણે સાંભળતા જ આવ્યા છીએ। જો, કે મોટાભાગનાં લોકો તેને પૌરાણિક કથા માને છે, હકીકત એ નહીં. પરંતુ આપને જાણીને હેરાની થશે, કે મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં પણ એક એવું મંદિર છે. જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે, કે ત્યાં આજે પણ તે અમૃત કળશ છે, કે જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યો હતો.
આ મંદિરનું નામ ‘કંડી સુકુહ’ છે. જે મધ્ય તથા પૂર્વી જાવા પ્રાંતોની સીમા પર માઉંટ લાવૂ કે જેની ઉંચાઇ 910 મીટર એટલે કે 2,990 ફૂટના પશ્ચિમી ઢાળ પર સ્થિત છે. આ પ્રાચીન મંદિરમાં પણ એક એવો કળશ છે, જેમા એક દ્રવ્ય હજારો વર્ષોથી રહેલ છે. માનવામાં આવી રહ્યું છે, કે તે અમૃત છે, જે આજ સુધી પણ સૂકાયુ નથી.
ખરેખર તો વર્ષ 2016માં આ મંદિરના સમારકામનું કામ ઇન્ડોનેશિયાના પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ નિષ્ણાંતોને મંદિરની દીવાલની નીચેથી પણ 1 તાંબાનો કળશ મળ્યો, કે જેની પર એક પારદર્શી શિવલીંગ સ્થાપિત હતું અને કળશની અંદર પણ કોઇક દ્રવ્ય ભરેલું હતું.
શોધમાં જાણવા મળ્યું, કે તાંબાના આ કળશને એવી રીતે જોડવામાં આવ્યો હતો, કે તેને કોઇપણ વ્યક્તિ ખોલી ન શકે, આની સિવાય વધુ એક એવી વાત છે જે ખુબ ચોંકાવનારી હતી. તે એ હતી, કે તે દીવાલની નીચેથી પણ જે કળશ મળ્યો હતો, તેની પર સમુદ્ર મંથનની નક્શીકામ પણ કર્યું હતું, જેમાં મહાભારતના આદિપર્વનું વર્ણન કરવામાં આવ્યું હતું.
એવું માનવામાં આવી રહ્યું છે, કે તાંબાનો તે કળશ અંદાજે 1000 ઇ.સ પહેલાંનો છે. જ્યારે મંદિર એ 1437 ઇ.સ પહેલાની આસપાસ બનાવવામાં આવ્યું હતું. આ કાળમાં મલેશિયા પણ પૂર્ણ રીતે એક હિન્દુ રાષ્ટ્ર જ હતું,. પણ, 15મી સદીમાં જ્યારે ઇન્ડોયનેશિયામાં ઇસ્લામનું વર્ચસ્વ થયું ત્યારે આ મંદિરને ધ્વસ્ત જ કરી દેવામાં આવ્યું હતું, માનવામાં આવી રહ્યું છે, કે એ સમયે તાંબાના આ કળશને પણ આ મંદિરમાં છુપાવી દેવામાં આવ્યો હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.