શામાટે શ્રી કૃષ્ણને ‘જગન્નાથ’ કહેવાય છે, જાણો રથયાત્રાનો ઈતિહાસ અને મહત્વ…

દરેક વર્ષે વિક્રમ સંવત અનુસાર અષાઢ સુદ બીજના પાવન દિવસે ‘ રથયાત્રા ‘ ના પર્વની ઉજવણી કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે નગરજનોને સામેથી રથમાં સવાર…

દરેક વર્ષે વિક્રમ સંવત અનુસાર અષાઢ સુદ બીજના પાવન દિવસે ‘ રથયાત્રા ‘ ના પર્વની ઉજવણી કરવામાં આવે છે.

રથયાત્રાના દિવસે નગરજનોને સામેથી રથમાં સવાર થઇ દર્શન આપવા ભગવાન આવે છે. દેશમાં રથયાત્રાનું સૌથી મોટું આયોજન જગન્નાથ પૂરી મંદિર ખાતે કરવામાં આવે છે. આ સિવાય દેશની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજવામાં આવે છે. આ સિવાય ગુજરાત અને દેશભરમાં અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન કરાય છે.

શું છે રથયાત્રાનો ઈતિહાસ ?

દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના આઠમા રાણીએ તેમની માતા રોહિણી સાથે ચર્ચા દરમિયાન પ્રભૂના ગુણગાન વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી. જોકે માતા રોહિણી આ મુદ્દે કંઈપણ બોલવા માંગતા નહોતા. ઘણા આગ્રહ બાદ, તેઓએશ્રી કૃષ્ણની કથાનો પ્રારંભ કર્યો. આ દરમિયાન તેમણે બહેન સુભદ્રાજીને કામ સોંપ્યું હતું કે, તેઓ દરવાજે પહેરો ભરે અને કોઈને પણ અંદર પ્રવેશ ના આપે.

બહેન સુભદ્રાજી પણ વ્રજ કથામાં લીન થઈ ગયા. થોડી વારમાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલભદ્રજી ત્યાં આવી પહોંચ્યા ત્યારે બહેન સુભદ્રાજી દરવાજામાં પોતાના હાથ ફેલાવીને બંને ભાઈની વચ્ચે ઉભા રહી ગયા અને બંને ભાઈને પ્રવેશ આપવાની ના પાડી દીધી. જો કે થોડી વારમાં માતા રોહિણીની કથાએ ત્રણેયને સાંભળવામાં તલ્લિન કરી દીધા. આ દરમિયાન દેવર્ષિ નારદજી અહીં પ્રગટ થયા અને મૂર્તની જેમ ધ્યાનસ્થ અવસ્થામાં ઉભેલા ત્રણેય ભાઈબહેનને વિવેક પૂર્વક પ્રણામ કરીને પ્રભૂને પ્રાર્થના કરી કે શું તેઓ હરહંમેશ માટે આ સ્વરૂપે દર્શન આપશે. ભગવાને તેમની આ અરજ સ્વીકારી અને પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં આ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા.

કેમ કહેવાયા જગન્નાથ ?

સતયુગમાં ઈન્દ્રાદ્યુમન નામે એક ચક્રવર્તી અને મહાન રાજા થઈ ગયો જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વતે ગયો પરંતુ ભગવાન વિષ્ણની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હોવાથી તે ખૂબ નિરાશ હતો. સ્વર્ગમાંથી તે સમયે આકાશવાણી થઈ કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આમ ભગવાન તેના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિ સ્વરૂપે અવતાર લીધો.

કહેવાય છે કે, જેનાથી રથ ખેંચવામાં આવતા હોય તે દોરડા અથવા રથના સ્પર્શમાત્રથી દરેક કર્મોનું ફળ મળે છે, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જે ભક્તો દિલથી ભજન કિર્તન કરે અને પ્રભૂ ભક્તિમાં લીન થઈને નૃત્ય કરે તેમને તમામ પ્રકારની યોગસાધનાથી પણ વિશેષ આત્મશુદ્ધિનું ફળ મળતું હોય છે, અષાઢી બીજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *