મોંઘવારીના મારથી હેરાન થયેલા લોકોના ખિસ્સા પર વધુ એક ભારણ પડવા જઈ રહ્યું છે. સામાન્ય લોકો કોરોનાની મહામારીનો અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. હવે લોકોએ દૂધ માટે વધારે પૈસા ચૂકવવા પડશે કારણ કે અમૂલે દૂધના ભાવમાં વધારો કરી દીધો છે.
અમૂલે દેશભરના બજારમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. દેશમાં નવા ભાવો 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી લાગુ થશે.
ગયા મહિનાથી દૂધની બનાવટો પર લાગુ કરવામાં આવેલ GSTની અસર દેખાવા લાગી છે. દેશની સૌથી મોટી દૂધ ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી લાગુ થશે.
અમૂલ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવા દર અમદાવાદ, ગુજરાત, દિલ્હી, NCR, મુંબઈ અને પશ્ચિમ બંગાળમાં લાગુ થશે. કંપનીએ જણાવ્યું છે કે, અમૂલ ગોલ્ડની 500 ગ્રામની નવી કિંમત હવે 31 રૂપિયા હશે, જ્યારે અમૂલ તાઝાની 500 ગ્રામની નવી કિંમત 25 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય અમૂલ શકિત દૂધની નવી કિંમત 500 ગ્રામ માટે 28 રૂપિયા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.