મોંઘવારીના મારથી હેરાન થયેલા લોકોના ખિસ્સા પર વધુ એક ભારણ પડવા જઈ રહ્યું છે. સામાન્ય લોકો કોરોનાની મહામારીનો અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. હવે લોકોએ દૂધ માટે વધારે પૈસા ચૂકવવા પડશે કારણ કે અમૂલે દૂધના ભાવમાં વધારો કરી દીધો છે.
અમૂલે દેશભરના બજારમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટરદીઠના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. દેશમાં નવા ભાવો ગુરુવાર એટલે કે 1 માર્ચ 2022 થી લાગુ થશે.
લેટેસ્ટ રેટ પ્રમાણે હવે મંગળવાર, 1 માર્ચથી અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં અમૂલ ગોલ્ડ મિલ્કનો ભાવ 30 રૂપિયા પ્રતિ 500 મિલી લીટર, અમૂલ તાઝા રૂ. 24 પ્રતિ 500 મિલી અને અમૂલ શક્તિ રૂ. 27 500 મિલી દીઠ થશે. કંપનીએ કહ્યું કે, ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો ભાવ વધારાનું કારણ છે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ જુલાઈ 2021માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવવધારો સોના, તાઝા, શક્તિ, ટી-સ્પેશિયલ, તેમજ ગાય અને ભેંસના દૂધ વગેરે સહિત અમૂલ દૂધની તમામ બ્રાન્ડ પર અસરકારક રહેશે. લગભગ 7 મહિના અને 27 દિવસના અંતરાલ બાદ કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.