ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, મોંઘવારી(Inflation)ના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ પણ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધ(Vegetable-milk)થી લઈને તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે અંદાજે તમામ ડેરી(Dairy) દ્વારા પોતાની ચીજ વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવ્યા છે. દૂધ-છાશ પછી હવે બટરના ભાવમાં પણ વધારો(Butter prices rise) ઝીંકવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બટરના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેટના ભાવમાં ભાવવધારો કરવામાં આવ્યો છે.
અમૂલ બટરના જૂના ભાવ અને નવા ભાવ:
અમૂલ બટર 100 ગ્રામના 50 રૂપિયાથી 52 રૂપિયા થઇ ગયા છે. અમૂલ બટર 500 ગ્રામના 245 રૂપિયાથી 255 રૂપિયા થઇ ગયા છે. અમૂલ બટર 1 કિલોના 530 રૂપિયાથી 550 રૂપિયા થઇ ગયા છે.
ભાવ હજી થશે વધારો:
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલે 1 માર્ચના રોજ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યાર બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. યુક્રેન યુદ્ધ, મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે અને જેને કારણે ભાવ પણ આસમાને આંબી ગયા છે.
વધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, દૂધના ભાવ આગામી સમયમાં હજુ પણ વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા હાલમાં તો જોવા મળતી નથી. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં 8 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.