અમૂલે ફરી એક વાર ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો- હવે દહીંના ભાવમાં કર્યો આટલાનો વધારો 

ગુજરાત(Gujarat): અમૂલે ગુજરાતના ગ્રાહકોને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. આજે અમૂલે દહીં(Amul dahi)ના ભાવમાં પણ વધારો(Price Hike) ઝીંકવામાં આવ્યો છે. અમૂલે દ્વારા મસ્તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે અમૂલ દ્વારા વિવિધ પ્રકારના દહીના નવા ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે.

જો વાત કરવામાં આવે તો અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ જૂનો ભાવ 69 રૂપિયા હતો. અમૂલ મસ્તી દહીં 1 કિલો પાઉચ નવો ભાવ 72 રૂપિયા થઇ ગયો છે. અમૂલ મસ્તી દહીં 5 કિલો પાઉચ જૂનો ભાવ 310 રૂપિયા હતો. અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચ નવો ભાવ 325 રૂપિયા થઇ ગયો છે. અમૂલ મસ્તી દહીં 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

અમૂલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ જૂનો ભાવ 32 રૂપિયા હતો. અમૂલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ નવો ભાવ 34 રૂપિયા થઇ ગયો છે. અમૂલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ જૂનો ભાવ 17 રૂપિયા હતો. અમૂલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ નવો ભાવ 18 રૂપિયા થઇ ગયો છે. અમૂલ મસ્તી 200 ગ્રામ ડબ્બી જૂનો ભાવ 21 રૂપિયા હતો. અમૂલ મસ્તી 200 ગ્રામ ડબ્બી નવો ભાવ 22 રૂપિયા થઇ ગયો છે.

મહત્વનું છે કે, અમૂલ દ્વારા ગઈકાલે દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતોછે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ(GCMMF) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ ભાવવધારો ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં લાગુ પડશે. મહત્વનું છે કે, આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહિ થાય.

અમૂલ દ્વારા દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ તાજાનો લીટરનો ભાવ વધીને 54 રૂપિયાએ પહોંચી ગયો છે. તો અમૂલ ગોલ્ડનો લીટરનો ભાવ વધીને 66 રૂપિયાએ પહોંચી ગયો છે. આમ, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્કની અડધો લીટરની કિંમત 28 રૂપિયા થઇ ગઈ છે, જ્યારે કે તેના 1 લિટર માટે 56 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ A2 બફેલો મિલ્કની અડધા લિટર કિંમત 35 રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત 70 રૂપિયા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *