પિતરાઈ ભાઈનું રાક્ષસી કૃત્ય: સુરતમાં 8 વર્ષની બાળકી પર ભાઇએ જ આચર્યું દુષ્કર્મ, જાણો ઘટના

Surat Rape Case: સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, નવરાત્રીમાં ઘટેલી ઘટના બાદ ફરી એકવાર શહેરમાં તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક માસુમ બાળકી પર સંબંધીએ જ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ (Surat Rape Case) નોંધાઇ છે. આ સમગ્ર ઘટનામાં માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને સંબંધીએ જ બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્યુ આચર્યુ હતુ.

યુવકે માસુમ બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું
સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક માસુમ બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઘટનાની વિગતો એવી છે કે, કાપોદ્રાના ચોક બજાર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં જ્યારે માતા-પિતા ખરીદી કરવા બજાર ગયા હતા, આ દરમિયાન 19 વર્ષીય સંબંધી યુવક મનિષ બાબરિયા આ તકનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ હતુ.

સંબંધી યુવકે માસુમ બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, આ સમયે પાડોશી જોઇ જતાં સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો હતો. દુષ્કર્મ આચરનારા યુવક મનિષ બાબરિયાને લોકોએ પકડીને માર માર્યો હતો. હાલમાં આ મામલે ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.

વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો
પરિવારજનોની ગેરહાજરીમાં મનીષ તેની પિતરાઈ બહેન સાથે તેના નાના ભાઈની હાજરીમાં ગંદી હરકત કરતો હતો ત્યારે પાડોશીને શંકા જતા દરવાજો ખટખટાવ્યા બાદ રત્નકલાકરના નાના દીકરાએ દરવાજો બંધ કરી દેતા તેમની શંકા પ્રબળ બની હતી.

આથી તેમણે બંધ બારીની ફાટમાંથી તેમણે અંદર જોયું અને જે દ્રશ્ય નજરે ચઢ્યું તેને પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી આ અંગે તરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ચોકબજાર પોલીસ બાળકીના માતાપિતા આવે તે પહેલા ત્યાં પહોંચી હતી.પોલીસ પહોંચે તે પહેલા મનીષ ત્યાંથી ભાગી ગયો હતો.પોલીસે મનીષને બાદમાં ઝડપી પાડી પૂછતાં તેણે આ કરતૂત પહેલી વખત કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.