અવારનવાર અકસ્માતની ધટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલ આવી જ એક હ્દય કંપાવતી ઘટના રાજસ્થાનના પાલી જીલ્લામાંથી સામે આવી છે. તમને જણાવી દઈએ કે, સાંજના સાડા ચાર વાગ્યે જયપુર-અમદાવાદ હાઇવે એનએચ 162ની સાંડેરવાર ગામની નજીક આ ગંભીર અક્સ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું માથુ ધડથી અલગ થઇ ગયું હતું. મળતી માહિતી મુજબ અકસ્માત જમીનની અંદર ગેસ પાઈપલાઈન નાખતી વખતે સર્જાયો હતો. કંપનીની બેદરકારીના કારણે બસમાં લાંબો પાઈપ આરપાર થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, કંપનીની ટીમ હાઇડ્રોલીક મશીનથી વિશાળ પાઈપ જમીનમાં ફીટ કરતી હતી, અને 80 ફૂટ લાંબો અને 1 ફૂટ પહોળો પાઈપ હવામાં લટકી રહ્યો હતો. તે દરમિયાન તે રસ્તા પરથી એક પ્રાઇવેટ બસ પસાર થાય છે અને આ ગોઝારો અક્સ્માત સર્જાયો હતો. તસ્વીરોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે 80 ફૂટ લાંબો પાઈપ બસની આરપાર થઇ ગયો હતો. આ દરમિયાન એક મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું હતું અને એક યુવકનું માથું ફાટી ગયું હતું. બંનેના દર્દનાક મોતથી મુસાફરોમાં ડરનો માહોલ છવાયો હતો.
પોલીસે જણાવતા કહ્યું હતું કે, ગેસ પાઈપલાઈન નાખનાર કંપનીની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. સાથોસાથ આ કંપની દ્વારા કોઈ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. જેના કારણે આ બસને કંપનીની બેદરકારીનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.
આ ઘટનાના સાક્ષીનું કહેવું છે કે, બસમાં 11 લોકો ઘાયલ થયા જેમાં 3 હાલત ગંભીર છે. કોઈ મુસાફરે જણાવતા કહ્યું હતું કે, “જાણે કોઈ બોમ્બ ફૂટ્યો હોઈ એવું લાગતું હતું. પાઈપ મારા માથામાં અથડાયો.” યુવક અને તેની પત્ની ડ્રાઈવર સાઇડમાં વચ્ચેની સીટ પર બેઠા હતા. હવામાં લટકતો મોટો પાઈપ બસ સાથે અથડાયો. આ પાઈપ ડ્રાઈવરની સીટની પાછળની બારીને તોડીને આવ્યો હતો.
સાથોસાથ જાણવા મળ્યું છે કે, ભેંસને બચાવવા જતા ટ્રકે પાઈપને ટક્કર મારી હતી અને તેથી જ બેકાબુ થયેલો પાઈપ બસમાં ઘુસી ગયો હતો અને ગંભીર અક્સ્માત સર્જ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, માત્ર હાઇડ્રોલીક મશીનથી 80 ફૂટનો પાઈપ કંટ્રોલ થઇ શકે નહિ. ત્યાંના પોલીસ અધિકારી ધૌલેરામે જણાવ્યુ કે, ગેસ પાઈપલાઈન નાખવા માટે નોઈડાની એક એમજી ગોલ્ડ પ્રાઇવેટ લિમીટેડ કંપનીને હાયર કરવામાં આવી છે.
કંપનીની ટીમ પાઈપને ઉચકીને જમીનમાં નાખવાનું કામ કરી રહ્યા હતા. છતાં પણ તેમની પાસે સુરક્ષાના કોઈ જ સાધન હતા નહી. પાંચ દિવસ પહેલા જ પોલીસે કંપનીનું જેસીબી મશીન અને ટ્રેક્ટર ટ્રોલીને જપ્ત કર્યા હતા કારણ કે કોઈપણ જાતની સુરક્ષાના સાધનો હાજર હતા નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.