80 વર્ષની ઉંમરે આ માડી આકાશમાં ઉડ્યાં, વિડીયો જોઇને દરેકના મોંઢા ખુલ્લા રહી ગયા

સોશિયલ મીડિયા (Social media) માં રોજે નવા-નવા વીડિયો વાયરલ થતા હોઈ છે. જેને જોયા બાદ યુઝર્સ (users) આશ્ચર્ય (surprise) પામે છે. હાલ એવોજ એક વીડીયો (Video) સામે આવ્યો છે. આ વીડીયોમાં એક વૃદ્ધ મહિલા એવું પરાક્રમ કરી રહ્યા છે જે જોઇને બધા જ કહે છે કે ઉંમર તો માત્ર એક નંબર છે.

હાલ ઇન્સ્ટાગ્રામ પર એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો 80 વર્ષની વયની વૃદ્ધ મહિલાના કારનામાને જોઈને દરેક લોકોના દાંત કચકચાવી જશે. થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વૃદ્ધ મહિલા મેરેથોનમાં ભાગ લેતી અને દોડતી જોવા મળે છે.

હાલ એક એવોજ વીડીયો સામે આવ્યો છે જેમાં 80 વર્ષની વયની એક વૃદ્ધ મહિલાએ તેની હિંમતથી બધાને ચોંકાવી દીધા છે. આ વાયરલ થઈ રહેલા વીડીયો માં 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ કરતી (grandmother paragliding video viral Video) જોવા મળે છે.

80 વર્ષની વૃદ્ધ મહિલાની હિંમતને જોઇને બધા ચોકી ગયા છે. આ વીડીયો ઈન્સ્ટાગ્રામ પર સેલિના મોસેસ નામની યુઝરે પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સેલિનાની 80 વર્ષની દાદી પેરાગ્લાઈડિંગ (Paragliding) કરતી જોવા મળે છે. 80 વર્ષના દાદી એડવેન્ચર સ્પોર્ટમાં ઉત્સાહ સાથે ભાગ લેતી દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Celina Moses (@celinamoses)

આ વાયરલ ક્લિપમાં વૃદ્ધ મહિલા પેરાગ્લાઈડિંગ દરમિયાન સાડી પહેરેલી જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, તેની દાદી 7 વર્ષ પહેલા જ આ દુનિયા છોડી ચૂકી છે. તેને કહ્યું કે ત્યારે તે 80 વર્ષના હતા ત્યારે દાદીએ આ કર્યું હતું.

આ જાણીયા બાદ દરેક લોકો દાદીની હિંમતને સલામ કરી રહ્યા છે. પેરાગ્લાઈડિંગ કરતી વૃદ્ધ મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયોને સોશિયલ મીડિયા પર 3.4 મિલિયનથી વધુ વ્યૂઝ અને 3 લાખ 23 હજારથી વધુ લાઈક્સ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *