માતા-પિતા ચેતજો! નાની ઉંમરે બાળકોને મોબાઈલના હેવાયા ન કરતા, નહિતર નર્ક બની જશે જિંદગી- વાંચો આણંદની આ સત્ય ઘટના

અત્યારના બાળકોને ભણવા કરતા વધારે ફોન (phone) માં સમય પસાર કરવો વધારે ગમે છે. બાળકો ફોનના કિરણો ઝીલી શકે તેના માટે સક્ષમ હોતું નથી. ફોનના…

અત્યારના બાળકોને ભણવા કરતા વધારે ફોન (phone) માં સમય પસાર કરવો વધારે ગમે છે. બાળકો ફોનના કિરણો ઝીલી શકે તેના માટે સક્ષમ હોતું નથી. ફોનના પોઝિટીવ (Positive) ઉપયોગની સાથે સાથે નેગેટીવ (negative) પાસાંઓ પણ રહેલા છે. મોબાઈલફોનનું વળગણ ચાર વર્ષનાં બાળકથી લઈને યુવાનો અને કિશોરમાં વધુ જોવા મળે છે. કેટલાક કિશોર કિશોરીઓ તો મોબાઈલ એડીક્ટ થઈ જાય છે. જયારે માતા-પિતા મોબાઈલફોન (Mobile phone) વાપરવાની ના પાડે ત્યારે વિચાર્યા વગર ગમે તે પગલું ભરી લેતા જોવા મળે છે.

આજે એવી જ એક ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં એક 17 વર્ષની કિશોરી ખુબજ ફોન વાપરતી હતી અને જયારે તેની માતાએ ફોન વાપરવાની ના પડી અને તેની પાસે રહેલો ફોન લઇ લીધો ત્યારે 17 વર્ષની કિશોરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ દરેક મારા-પિતા માટે વાત ખુજ ગંભીર અને ચિંતાજનક  છે.

આ ટેકનોલોજીનાં યુગમાં ફોનના અનેક ફાયદાઓની સાથે સાથે અનેક ગેરફાયદાઓ પણ છે. અત્યારના ટેણીયાઓ ભણવા કરતા વધુ સમય ફોન પર પસાર કરતા હોય છે. આજકાલના બાળકો ફોનના કારણે આઉટડોર ગેમ્સતો ભૂલીજ ગયા છે. અત્યારના કિશોર કિશોરીઓ ફોનમાં જ ગેમ્સ રમવાની લતે લાગી ગયા છે. આ વાત તેમના શિક્ષણ પર ખુબજ અસર કરે છે. ફોનનો વધુ ઉપયોગ બાળકો માટે ખતરનાખ સાબિત થઇ છે. ફોનની સ્ક્રિન વધુ જોવાથી આંખો પર ખરાબ અસર થઇ છે. અને સાથે સાથે માનસિક સ્થિતને પણ અસર પડે છે.

વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર ફોનમાંથી નીકળતા રેડિયો તરંગો ફક્ત કાનની આસપાસ જ નહીં પરંતુ મસ્તિષ્કમાં પણ ઉંડાણ સુધી પ્રવેશે છે. અને આના કારણે બાળકોની શીખવાની ક્ષમતા પર ખુબજ પ્રભાવ પડે છે. અને સાથે સાથે બાળકના વ્યવહાર પર પણ અસર થાય છે. 16 વર્ષથી નાની ઉંમરના બાળકને સેલ ફોન આપવો ન જોઈએ. કારણકે બાળક ફોનના કિરણો ઝીલી શકે તેટલા સક્ષમ હોતા નથી.

આણંદના હાડગુડ ગામમાં ફોનમાં સતત વ્યસ્ત રહેતી છોકરી પાસેથી એક દિવસ માતાએ ફોન લઈ લીધો અને સાથે સાથે માતાએ ફોન વધુ ઉપયોગ કરવા અંગે ઠપકો પણ આપ્યો. ત્યારે કિશોરીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આવા બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. વાલીઓએ જાગૃત થવાની ખુબજ જરૂર છે.

આણંદનાં મનોચિકિત્સક ડૉ. સંદીપ પટેલે આ અંગે વાત કરતા જણાવું કે, બાળકોમાં ફોનનું વળગાણ અટકાવવા માટે તેઓને ઈતર પ્રવૃત્તિઓ તેમજ તેમને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડવા જોયે. સાથે સાથે મતા-પિતાએ બાળકો સાથે ઘરમાં સતત સંવાદ કરવો જોઈએ. આનાથી બાળકો ફોનનો ઉપયોગ કરતા અટકે છે. આ પ્રવૃતિથી આપને બાળકોને મોબાઈલ એડીક્ટ બનતા અટકાવી શકયે છીએ. બાળકોમાં ફોનનું વળગાણ કોરોનાં સમયમાં ઓનલાઈન શિક્ષણ દરમિયાન વધ્યું છે. આ વાત પર વાલીઓએ પણ સતેજ રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *