માતૃપ્રેમ મરી પરવાર્યો: નદીના પુલ પાસેથી મળી આવ્યું ત્યજેલું નવજાત શિશુ, જાણો ક્યાંની છે ઘટના 

આજકાલ એવા ઘણા કીસ્સા સામે આવી રહ્યા છે જેમાં માતા-પિતા દ્વારા કોઈ મજબૂરી અથવા આબરુની બીકે નવજાત બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે. તાજેતરમાં જ ફરીવાર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાણાવાવ નજીક બીલગંગા નદીના પુલ પરના રસ્તેથી એક નવજાત શિશુ મળી આવ્યું, નવજાત શિશુ બાળક છે. કોઈએ આબરૂની બીકે બાળકને રાત્રીના સમયે ત્યજી દીધું હોવાનું માની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, હનુમાન ગઢથી રાણાવાવ તરફ આવતા બીલગંગા નદીના પુલ પર ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના સમયે રસ્તા પર એક નવજાત બાળકને કોઈએ ત્યજી દીધું હતું. અહીંથી પસાર થનાર ટ્રેકટર ચાલકની નજર પડતા તેણે જીઆરડીને જાણ કરી હતી.

ત્યારબાદ રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવીને આ નવજાત શિશુનો કબજો લીધો હતો અને પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે બાળકની સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગે જીઆરડી મયુર નારણભાઇ વેગડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

મોટા ભાગના કિસ્સામાં દીકરી પસંદ ન હોવાથી નવજાત દીકરીને ત્યજી દેવામાં આવતી હોય છે. પરંતુ, આ નવજાત શિશુ એક દીકરો છે. આ દરમિયાન પોલીસ એવું માની રહી છે કે, કોઈ સગીરા કે યુવતી કુંવારી માતા બની હશે અને પોતાની આબરૂ બચાવવા આ બાળકને ત્યજી દીધું હશે. રસ્તા પર મોડી રાત્રે નવજાત બાળકને ત્યજી દેવાની આ ઘટના સામે આવતા ભારે ભાગદોડ મચી છે.

મળતી માહિતી મુજબ, બીલગંગા નદીના પુલ પર રસ્તા વચ્ચે ત્યજી દેનાર નવજાત બાળકને પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ શિશુની વધુ સારસંભાળ માટે જામનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 નવજાત મળી આવ્યા હતા. જેમાં 2014, 2015, 2019 અને 2021માં નવજાત શિશુઓ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યા હતા.

નિવૃત થયેલ બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, આવા બાળકોની ઓનલાઈન ડિટેઇલ હોય છે અને જે નિ:સંતાન દંપતીઓ જે બાળકોને દત્તક લેવા માંગતા હોય તેઓ એપ્લિકેશન કરે છે. જાણવા મળ્યું છે કે, ભારતમાં દત્તક લેવા ઇરછતા 5000 વાલીઓ વેઇટિંગમાં છે.

બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, ત્યજાયેલ શિશુના માતાપિતાને શોધવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને 60 દિવસ સુધી શોધશે. જો માતાપિતા નહિ મળે તો પોલીસ NOC આપશે. ત્યારબાદ બાળકને દત્તક આપવાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

બીલગંગા નદીના પુલ પરથી રસ્તા વચ્ચે નવજાત શિશુ મળી આવ્યું છે. આશંકા છે કે, આ શિશુની ઘરેજ ડિલિવરી કરાવી હશે. શિશુની માતાએ રજિસ્ટ્રેશન કરાવેલ નથી. આમ તો ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કર પણ જતી હોય છે. પણ આબરૂ જવાના ડરથી છુપી રીતે ઘરે ડિલિવરી કરાવી હશે.

હાલ આ ઘટનાને લઈને રાણાવાવ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અને જો આ નવજાત શિશુને જન્મ આપનાર માતા સગીરા હશે તો આ દુષ્કર્મ કરનાર યુવાન સામે પોકસો સહિતની કલમ ઉમેરી ગુન્હો દાખલ કરવામાં આવશે. અને જો આ શિશુને જન્મ આપનાર પુખ્ત વયની યુવતી હશે તો તે અને તેના માતા પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે.

ભાગ્યે જ બને છે કે, દીકરો ત્યજી દેવામાં આવે છે. જેથી બાતમી દારો, આશા વર્કરને પૂછવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. બની શકે કે, કુંવારી માતાએ જન્મ દીધો હોય અને સમાજની બીકે શિશુને ત્યજી દીધું હોય. દીકરીઓને આ અંગેનું જ્ઞાન આપવું જોઈએ. સમાજમાં એજ્યુકેશન જરૂરી છે. સગીરાને ભોળવી, છેતરીને પણ આવું કૃત્ય થતું હોય. જેથી દીકરીઓને આ અંગેનું જ્ઞાન આપવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *