દૂષિત પાણી ને લઈને સુરત મહાનગર પાલિકા બહાર સ્થાનિકો અને AAPનો આક્રોશ- જુઓ વિડીઓ

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે હમણાં થોડાક જ દિવસો પહેલા સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર…

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે હમણાં થોડાક જ દિવસો પહેલા સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના વિસ્તારમાં આવેલ ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઇ છે. જેને જોતા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સક્રિય થયા હતા. ત્યારે હવે દુષિત પાણી આવતું હોવાને કારણે હવે આમ આદમી પાર્ટીમાં આક્રોશ જોવા મળ્યો છે.

સુરત આમ આદમી પાર્ટી દ્વારા મહાનગર પાલિકા ખાતે ઉગ્ર આક્રોશ નોંધાવ્યો છે. મોટા વરાછા, વેલન્જા, ઉમરા અને અબ્રામા વિસ્તારમાં ગટર અને પીવાના પાણી મિક્સ થઈ રહ્યા હોવાના આરોપને લઈને આ આક્રોશ જોવા મળી રહ્યો છે. એક સાથે ઘણા સ્થાનીકો ટેમ્પો ભરીને મહાનગર પાલિકા ખાતે પહોચી ચુક્યા છે. આ તમામ સ્થાનિક વિસ્તારોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છતાં પણ આ સમગ્ર લોકો મહાનગર પાલિકા સુધી પહોચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મોટા વરાછા,વેલન્જા,ઉમરા અને અબ્રામા વિસ્તારમાં ગટર અને પીવાના પાણી મિક્સ થઈ રહ્યા હોવાની ફરિયાદને લઈને આ બધા વિસ્તારના સ્થાનિક લોકોએ સુરત મહાનગર પાલિકા સામે મોરચો માંડ્યો છે. સાથે જ વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટરો મોનાલીબેન હીરપરા પણ મહાનગર પાલિકા ખાતે આવી ચુક્યા છે.

સ્થાનિકોમાં ખુબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે અને કહી રહ્યા છે કે ખરાબ અને દુષિત પાણીને કારણે અમારા બાળકો બીમાર પડી રહ્યા છે. સાથે કહી રહ્યા છે કે અમે મ્યુનસિપલ કમિશનરને ખુબ જ રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી. સાથે સ્થાનિકોએ જણાવતા કહ્યું છે કે શું અમારા છોકરાઓ આ દુષિત પાણીનો ભોગ બનશે પછી જ સરકારી અધિકારીઓ જાગશે?

જયારે વરાછા વિસ્તારમાં આવેલી ખાડીની ગંદકી વિશે SMC અને સત્તાધીશો ને વારંવાર રજુઆત કરવા છતાં ખાડી ની સફાઈ કરવામાં ના આવતા આજ થી આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત તમામ નગરસેવકો અને કાર્યકરો દ્વારા ખાડી ની સાફ સફાઈ ની કામગીરી સતત બીજા દીવસે ચાલુ કરી દેવામાં આવી છે. હાલમાં આપના નગરસેવકો અને કાર્યકરો દ્વારા ઝાડી ઝાંખરાને હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ કાર્યકરો આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સફાઈ ની કામગીરી હાથ ધરાતા આવતી કાલે SMC ના અધિકારીશ્રી સ્થળ પર આવી પહોંચ્યા અને તેમણે કહ્યું કે આવતી કાલ થી ખાડી સફાઈ ની કામગીરી ચાલુ કરવામાં આવશે. પરંતુ હજુ પણ SMC દ્વારા ખાડી બાબતે કામગીરી હાથ ધરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *