હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બોયફ્રેન્ડે તેની ગર્ભવતી ગર્લફ્રેન્ડને છરીઓથી 60 વાર ઘા માર્યા. જાણવા મળ્યું છે કે, મહિલાએ આ વ્યક્તિ સાથે બ્રેકઅપ કર્યું હતું, જે આ વ્યક્તિ સહન કરી શક્યો નહિ. 23 વર્ષીય શખ્સ પર મહિલાને ત્રાસ આપવાનો અને તેની હિંસા કરવાનો આરોપ લાગ્યો છે અને તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે.
23 વર્ષીય અલીમ કેએ કબૂલાત કરી હતી કે, તેણે પોતાની 22 વર્ષીય ગર્લફ્રેન્ડને કાર પાર્કિગમાં છરીઓ મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ તેણે લાશને દફન કરી હતી. મળતી માહિતી મુજબ, 22 વર્ષીય મહિલા ચાર મહિનાથી ગર્ભવતી હતી. તેની પ્રેમિકાની હત્યા કર્યા પછી, આ વ્યક્તિએ તેના મૃતદેહને મહિલાના માતાપિતાના ઘરથી 100 મીટર દૂર એક જગ્યાએ દફનાવી દીધો હતો.
આ કિસ્સામાં યુવતીની માતાએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યુવકે તેને ત્રાસ આપ્યો હતો, તેને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતો હતો અને તેને માર પણ માર્યો હતો પરંતુ તેમ છતાં તે તેની પાસે જતી હતી. યુવકની અંદર ખુબ જ અહંકાર હતો. એક વાર ગુસ્સામાં આવીને તેણે તેની ગર્લફ્રેન્ડના વાળ પણ કાપી નાખ્યા હતાં.
યુવતીના માતાપિતાએ જણાવ્યું હતું કે, યુવકે ધમકી પણ આપી હતી કે જો તે તેને છોડવાનો પ્રયાસ કરશે તો તે યુવતીની હત્યા કરી દેશે. આ દરમિયાન યુવકની X ગર્લફ્રેન્ડ પણ આ કેસમાં આગળ આવી છે અને તેઓએ યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
ધરપકડ કર્યા પછી, યુવકે કહ્યું કે તેને આ ઘટના બાદ ખુબ અફસોસ થાય છે. તે પોતે પિતા બનવા માંગતો હતો પરંતુ તે પોતે જ જાણતો નથી કે શા માટે તેણે પોતાનો નિયંત્રણ ગુમાવ્યો. જાણવા મળ્યું છે કે, આ કેસમાં તપાસ હજી પૂર્ણ થઈ નથી. માનવામાં આવે છે કે, આ કેસમાં યુવકને આજીવન કેદની સજા થઈ શકે છે. આ કિસ્સો જર્મનીમાંથી સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.