ફિલ્મને પણ ટક્કર આપે તેવી સ્ટોરી: હત્યા કરીને ઘરની પાછળ દફનાવી દીધી લાશ, અને પછી…

હાલમાં એક શખ્સે તેની માતા અને પત્નીની મદદથી સગા સંબંધીની હત્યા કરી હતી અને તેના મૃતદેહને ઘરની પાછળ દફનાવી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે…

હાલમાં એક શખ્સે તેની માતા અને પત્નીની મદદથી સગા સંબંધીની હત્યા કરી હતી અને તેના મૃતદેહને ઘરની પાછળ દફનાવી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટના અઢી વર્ષ પહેલાંની છે. પરંતુ તે અત્યાર સુધી છુપાયેલી હતી. જ્યારે એક વ્યક્તિને શંકા થઇ ત્યારે પોલીસ એક્શનમાં આવી અને ઘટના બહાર આવી.

મૃતક લાંબા સમયથી તેના પરિવારથી દુર રહ્યો હતો. તે 2018માં તેના ઘરે આવ્યો હતો, પરંતુ તેના પરિવાર સાથે તેના સંબંધ અકબંધ રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે, મૃતકે તેના નાના ભાઈની પત્ની સાથે દુષ્કર્મ કર્યું હતું, ત્યારબાદ નાના ભાઈએ તેના જ મોટા ભાઈની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ લાશને માતા અને પત્નીની મદદથી ઘરની પાછળ દફનાવવામાં આવી હતી. આ આખી ઘટના દૃશ્યમ ફિલ્મથી પ્રેરિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં પણ આવી જ એક ઘટના બને છે અને ત્યારબાદ લોકોને બેવકૂફ બનાવીને ગુના છુપાવવામાં આવે છે.

આ પરિવારે અપરાધને અઢી વર્ષ સુધી છુપાવ્યો હતો. જે કોઈ પણ મૃતક વિશે પૂછતું તો પરિવાર વતી કહેવામાં આવતું હતું કે તેઓ કેરળના મલ્લપુરમમાં કામ કરે છે. આ નાટક અઢી વર્ષ ચાલ્યું અને પોલીસની નજરથી દૂર એક મોટી ગુનાહિત ઘટના બની. પરંતુ આખરે આ ઘટનાનો પર્દાફાશ થતાં પોલીસે વિલંબ કર્યા વગર કાર્યવાહી શરૂ કરી અને આ પરિવારના સભ્યોની ધરપકડ કરવામાં આવી.

પોલીસે મૃતકનો મૃતદેહ પણ બહાર કાઢ્યો છે. તપાસમાં માલૂમ પડ્યું હતું કે, ગંધ ન આવે તે માટે શરીરનો ઉપરનો ભાગ પણ કપડાથી ઢાંકી દીધો હતો. આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં ગુનાનું ફિલ્મ કનેક્શન જોવા મળ્યું હોય. આ પહેલા પણ આવા ઘણા ગુના થયા છે કે, જેમાં ગુનેગાર કોઈ ફિલ્મમાંથી પ્રેરણા લેતા જોવા મળે છે. અથવા તે ગુનો કોઈ ફિલ્મની વાર્તા સાથે મેળ ખાતો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *