Rajula Accident: અમરેલીના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર એક અકસ્માત થયો હતો. જેમાં બે યુવકોના (Rajula Accident) મોત થયા છે. રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર મહુવા તરફથી પસાર થઈ રહેલી કાર અને એક બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
જેથી બાઈક સવાર બન્ને યુવકો ઉછળીને રોડ પર નીચે પટકાયા હતા. જેને પગલે બન્નેને ગંભીરઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલ્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના ડોકટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
બે લોકોના કમકમાટી ભર્યા મોત
રાજુલા નજીક આવેલા ચાર નાળા બ્રિજ પર મહુવા તરફથી પસાર થઈ રહેલી કાર અને એક મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકો ઉછળીને રોડ પર પટકાયા હતા. તેથી બંનેને ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજુલા પોલીસે કરી કાર્યવાહી
રાજુલા હોસ્પિટલ ખાતે બંને વ્યક્તિને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બીજી તરફ ઘટના સ્થળે રાજુલા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. તેમજ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માતના પગલે સર્જાયેલા ટ્રાફિકજામને ક્લીયર કરાવ્યો હતો. જ્યારે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસે અકસ્માતનો ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
બન્ને યુવકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા
મૃતક બન્ને યુવકોમાં એક યુવક યુપીનો છે જ્યારે અન્ય યુવક બંગાળનો છે. મુળ યુપીનો રહેવાસી દિપકકુમાર ગુપ્તા તેમજ બંગાળનો રહેવાસી કૃષ્ણનંદ બાગનું ઘટનાના સ્થળે કમકમાટી ભર્યા મોત થયું છે. બન્ને યુવકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા. હોસ્પિટલમાં ખાનગી કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App