થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત- ટ્રકચાલકનું દર્દનાક મોત, 10 ઈજાગ્રસ્ત

Tharad-Disa Highway Accident: બનાસકાંઠામાં થરાદ અને ડીસા હાઈવે(Tharad-Disa Highway Accident) પર અકસ્માત થયો જેમા ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયુ છે…

Tharad-Disa Highway Accident: બનાસકાંઠામાં થરાદ અને ડીસા હાઈવે(Tharad-Disa Highway Accident) પર અકસ્માત થયો જેમા ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયુ છે જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. તો બીજી તરફ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે એસટી બસના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચી.ત્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો જે સ્થાનિક પોલીસે આવીને થાળે પાડ્યો હતો.

ટ્રકચાલકનું ઘટનાસ્થળ પર જ થયું કમકમાટી ભર્યું મોત
બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટના બની છે. થરાદ-ડીસા હાઈવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.ત્યારે આ ઘટના એટલી ભયંકર હતી કે ટ્રકચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. ત્યારે આ મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવાઈ હતી, જયારે એસ.ટી.બસના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.આ અકસ્માતની ઘટના સર્જાતા હાઇવે પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.જે અંગે પોલીસને તથા 108ને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.તો 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ટ્રક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો
બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટના એટલી ભયંકર હતી કે ટ્રકચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થઈ ગયું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા ટ્રક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ હાઇવે પર અગાઉ પર અકસ્માતની ગોઝારી ઘટના સર્જાઈ હતી
ખોરડા પાસે હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટના એટલી ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા.