Rajasthan Accident: રાજસ્થાનના પાલી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે એક પૂરપર ઝડપે આવતા (Rajasthan Accident) ડમ્પરે એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી વધુ 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
દર્દીને એક એમ્બ્યુલન્સમાંથી બીજી એમ્બ્યુલન્સમાં ખસેડતી વખતે અકસ્માત
આ અંગે મળતી માહિતી મુજબ ગજાનગઢ પાસે અચાનક રસ્તા પર પશુઓ આવી ગયા અને એમ્બ્યુલન્સ સાથે અથડાયા હતા. જેના કારણે અકસ્માતમાં એમ્બ્યુલન્સને નુકસાન થયું હતું અને જોધપુરથી બીજી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
જ્યારે દર્દીને અન્ય એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એક ડમ્પરે એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી, પરિણામે મોહિની દેવી અને ફાગલી દેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. સાથે જ અન્ય બે હરિરામ અને સુનીલનું જોધપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સુનીલ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો. જે આ અકસ્માતમાં અશોક ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ મહિલાઓ ફંગોળાઈને ઝાડીઓમાં પડી હતી
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ મહિલાઓ કૂદીને લગભગ 8 ફૂટ દૂર રોડની બાજુની ઝાડીઓમાં પડી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને હાઈવે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાઓ અને અન્ય લોકોને તાત્કાલિક બાંગર હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને મહિલાઓના મોત થઈ ચૂક્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં દર્દીના સંબંધી મોહિની દેવી વિશ્નોઈ, બાડમેર જિલ્લાના ગુડા માલાની નિવાસી, ફાગલી દેવી વિશ્નોઈ, હરિરામ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સુનીલ બિશ્નોઈનું મૃત્યુ થયું હતું. મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App