બાળકોને લઇ પ્રવાસે જતી સ્કુલ બસને નડ્યો અકસ્માત, ડ્રાઈવરની એક ભૂલે 35થી વધુ બાળકો…

જામનગર(Jamnagar): અકસ્માત (Accident)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ છે. આ અકસ્માતોમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના કાલાવડ(Kalavd) ગામની શિવહરી વિદ્યાલયના 35 જેટલા બાળકો નરારા ટાપુઓ એક દિવસના પ્રવાસ માટે જતા હતા. આ દરમિયાન વાડીનારથી આઠ કિલોમીટર અંદર કંડલા પોર્ટની જેટી નજીક એકા એક બસનો કાબુ ગુમાવતા 35 જેટલા બાળકોને નાની મોટી ઈજા થઈ હતી.

સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતા જ શાળાઓમાં પ્રવાસના આયોજનો થતા હોય છે. આ દરમિયાન જામનગર જિલ્લાની કાલાવાડની શિવહરી વિદ્યાલય દ્વારા બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસ પર જામનગરના પ્રખ્યાત નરારા ટાપુ પર જઈ રહેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. વાડીનારથી આઠ કિલોમીટર અંદર કંડલા પોર્ટની જેટી નજીક એકા એક બસનો કાબુ ગુમાવતા 35 જેટલા બાળકોને નાની મોટી ઈજા થઈ હતી.

ત્યારે ઈજાગ્રસ્ત થયેલા તમામ બાળકોને વાડીનાર નજીકની શ્રી સમર્પણ હોસ્પિટલ નજીક પ્રાથમિક સારવાર આપી હતી. તેમજ વધુ ઇજાગ્રસ્ત બાળકોને જામનગરના સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છ થી આઠ જેટલા બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામ લોકો અને વાડીનાર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે લોકો મથી રહ્યા હતા.

માહિતી મળી આવી છે કે, આ અકસ્માતમાં જાડેજા અંકિતાબા(18), ચૌહાણ પૂજા ઉંમર(16), જાડેજા સિધેશ્વરીબા(17) તેમજ બખતરીયા ક્રિશા(10) આટલા બાળકોને વધારે ઈજા પહોચી છે. શિયાળાની શરૂઆત થતા જ અનેક શાળાઓ બાળકોને લઈ પ્રાસે ઉપડી પડશે. આ દરમિયાન વધુ આવી ઘટના ન બને તેની તકેદારી જરુંરી છે. એક તરફ કોરોનાના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *