સુરતના તથ્ય પટેલે જેવો અકસ્માત: BRTS રૂટમાં નશામાં ધૂત કારચાલકે 5 લોકોને ઉડાવ્યા, સામે આવ્યાં CCTV

Accident on BRTS route in Surat Kapodra: હાલ ગુજરાત રાજ્યમાં બેફામ બની વાહન ચલાવતા નબીરાઓના પાપે જાણે માર્ગો પર મોત ઘૂમતું હોય તેવી સ્થિતિ સર્જી નાખી છે. મોટા શહેરોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડ બાફ હવે સુરતમાં અકસ્માત(Accident Surat)ની ઘટના સામે આવતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો.

3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા
પુરપાટ ઝડપે કાર ચલાવી સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી મચી હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા તમારા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા પોહચી હતી. આરોપીએ નીતિની નિયમ નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી.

ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
બીજી તરફ આરોપો કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોએ કાર ચાલકને બહાર કાઢી બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો અને ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર ચાલકને પણ ઇજા થતાં તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *