દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. ખંધા ગામની સીમમાં ઢોર ચરાવવા ગયેલી 55 વર્ષિય મહિલાને પકડીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ઉપરાંત દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપીને વાઘોડિયા પોલીસે(Vaghodia Police) ઝડપી પાડ્યો છે. દુષ્કર્મ બાદ મહિલાએ પોતાના ઘરે જઈને ઘટનાની જાણ કરતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. આખરે પોલીસને આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસ એક્શનમાં આવી હતી. તેમજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આઘેડ મહિલા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું:
મળતી માહિતી અનુસાર, 55 વર્ષિય મહિલા 3 જૂનના રોજ બપોરે 1 વાગે ખંધા ગામમાં રહેતી અને મજૂરી કરતી ગામની સીમમાં ઢોર ચરાવવા માટે ગઈ હતી. આ સમયે જ ગામમાં રહેતો અને છુટક મજૂરી કરતો 35 વર્ષિય પ્રવિણ નરસિંહભાઈ વસાવા મહિલાને એકલી જોઈને તેને નજીકના કોતરોની ઝાડીમાં ખેંચી ગયો હતો.
જ્યાં તેણે આઘેડ મહિલા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટના બાદ મહિલાએ ઘરે જઈને પોતાની સાથે બનેલી ઘટના અંગે પોતાનાં ભાઈ-ભાભીને સંપૂર્ણ વાત જણાવી હતી. જેથી વાઘોડિયા પોલીસ મથકે પહોંચીને પ્રવિણ વસાવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આરોપીની કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી: પોલીસ
પોલીસને ફરિયાદ મળતાની સાથે જ તાત્કાલીક પ્રવિણ નરસિંહભાઈ વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ યુવાને મહિલાને હેરાનગતિ કરી હતી. પોલીસ દ્વારા હવે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરાશે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બીજી કોઈ બહેન-દીકરીઓ સાથે આ પ્રકાની ઘટના ન બને તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગ પણ ઊઠી છે. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.