ઇન્ડિયન આર્મીનો ટ્રક પલટી ગયો, ડ્રાઇવરનું મોત- એક સૈનિકનો પગ કપાયો

શનિવારે રાજસ્થાનના શ્રીગંગાનગરના રાયસીંગ નગરમાં સેનાની એક ટ્રક પલટી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તામાં ખાડો હોવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકના ચાર જવાન ઘાયલ થયા છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક જવાનનો પગ કપાઈ ગયો હતો અને એકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને શ્રીગંગાનગર હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સથી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર હાલત થતાં તેમને ગંગાનગર રીફર કરાયા હતા. મળતી માહિતી મુજબ આ સેનાની ટ્રક લાલગઢ કેમ્પથી કાફલા સાથે નિર્વાના તરફ જઈ રહી હતી.

વિજયનગર રોડ પર સતજંદા ગામ નજીક સૈન્યના કાફલાની પાછળની ટ્રક રસ્તામાં ખાડાને કારણે અસંતુલિત થઇ પલટી ગઈ હતી. આથી ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. ટ્રક ચલાવતા જવાનની ઓળખ કિશન વી તરીકે થઈ છે, તે આંધ્રપ્રદેશનો રહેવાસી હતો.

માહિતી મળ્યા બાદ સેના અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
અકસ્માતની જાણ થતાં જ રાયસિંહ નગર બીએસએફ કેમ્પના સીઈઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં જવાન અંકુરકુમાર, પુત્ર બાબુરામ મુઝફ્ફરનગર, હવાલદાર મુરાલા, સીએચએમ હેડ ક્વાર્ટર્સ લાલગઢ નાયક સત્યેન્દ્રકુમાર ગુપ્તા, જિલ્લા શાહજહાંપુર, ઉત્તર પ્રદેશ અને હંસરાજ યાદવને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં સત્યેન્દ્રનો જમણો પગ કપાઈ ગયો હતો અને હવાલદાર મુરાલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *