Diwali 2024: દિવાળી એવુ પ્રકાશમય પર્વ છે તે આપણા જીવનનો અંધકાર દૂર કરે છે.. એટલ જ તો દિવાળી દીવા વિના અધૂરી મનાય છે.. પણ શું તમને ખબર છે કે દીવા (Diwali 2024) કરવા પાછળ કારણ શું છે… તો આજે તમને જણાવીશું દીવા સાથે જોડાયેલી પૌરાણિક, ઐતિહાસીક અને વાસ્તુ સંબંધિત બાબતો.
દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દિપ જ્યોતિ જનાર્દન
દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે
દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી જોડાયેલ છે
દીપ અથવા દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી વણાયેલ છે. પુરાતત્વશાસ્ત્રીઓને ભારતવર્ષના સૌથી પ્રાચીન દીવાનાં કોડીયા મોહેંજો ડેરોના અવશેષોમાંથી મળી આવેલા છે. તો રામાયણ અનુસાર રાવણનો વધ કરી રામ જ્યારે સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત આવ્યા તો સૌ અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગતમાં પોતાના ઘરોને દીવડાથી સજાવ્યા હતા.. આમ ત્રેતાયુગથી માંડીને આજના કળિયુગ સુધી દીવા એટલે કે દીપક પ્રગટાવવાની પરંપરા એટલી જ શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને પવિત્ર માનવામાં આવે છે.
દેવી લક્ષ્મી દિવડાના પ્રકાશથી પ્રસન્ન થાય છે
એક માન્યતા અનુસાર દિવાળી પર્વમાં એક માન્યતા પ્રમાણે આકાશમાં વિહરતા દેવી લક્ષ્મી દિવડાના પ્રકાશથી પ્રસન્ન થઈ જે તે પરિવાર પર આશીર્વાદ વરસાવે છે. જ્યાં મા લક્ષ્મીની કૃપા થાય ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાયી થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ યમની દિશા કહેવાતી દક્ષિણ દિશામાં પણ લક્ષ્મીનો વાસ હોય છે. ધનસંબંધિત સમસ્યાથી મુક્તિ માટે દક્ષિણ દિશામાં તલના તેલનો દીવો કરવો જોઈએ. પરિવાર વારંવાર ઝઘડા, કંકાશથી મુક્તિ માટે સવારે-સાંજે મુખ્ય દ્વાર પર તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.
વૈજ્ઞાનિક મહત્વ
જ્યારે આપણે ઘી કે તેલનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેલ કે ઘીમાં રહેલા ફેટી એસિડ બળી જાય છે. ફેટી એસિડના એક અણુને બાળવાથી કાર્બનના 56 પરમાણુ અને પાણીના 52 અણુઓ ઉત્પન્ન થાય છે. એક ફેટી એસિડ પરમાણુને બાળવા માટે હવામાં ઓક્સિજનના 79 પરમાણુની જરૂર પડે છે.
ગરમ હવા હળવી છે. તે ઉપર જાય છે અને ઠંડી હવા નીચે આવે છે. દીવાની આગને કારણે હવામાં હાજર ઓક્સિજન ઝડપથી દીવા તરફ આવે છે. આ કારણે દીવાની આસપાસ ઓક્સિજનનું પ્રમાણ વધે છે. દિવાળીના દિવસે ઘરના દરવાજે દીવો પ્રગટાવવો જોઈએ. ઘણા લોકો ઘરમાં અનેક દીવાઓ પ્રગટાવે છે. આ યોગ્ય નથી. બંધ જગ્યામાં ઘણા દીવાઓ પ્રગટાવવાથી પણ ઓક્સિજનનો ઉપયોગ વધી જશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App