Surat Railway Video: સુરતના રેલવે સ્ટેશન પર દિલધડક ઘટના બની હતી. દોડતી ટ્રેન પર ચઢવા જતા એક વૃદ્ધનો પગ લપસ્યો હતો અને તે ટ્રેન (Surat Railway Video) અને પ્લેટફોર્મની વચ્ચે પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈ લોકોનો જીવ અદ્ધર થઈ ગયો હતો. નજીકમાંથી પસાર થતાં જીઆરપીના એક જવાને સમય ગુમાવ્યા વિના તરત જ દોડી જઈ વૃદ્ધને બાવડામાંથી બહાર ખેંચી તેમનો જીવ બચાવ્યો હતો.સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો
મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 વાગ્યે ઇન્દોર એક્સપ્રેસ આવી હતી. તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પર્યાસ કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી.
ગુલાબસિંહ નામના રેલવે પોલીસના જવાનએ બચાવ્યો જીવ
તાત્કાલિક સમયસૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા.
આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા. વૃદ્ધ સ્વસ્થ થતા તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જોકે, સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App