વડોદરાના કોટંબી પાસે આખે આખું પીકઅપ વાન કેનાલમાં ખાબક્યું; પાંચથી વધુના મોત, 7 લોકો ઇજાગ્રસ્ત

Vadodara Accident: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે હવે વડોદરાથી અક્સમાતની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પીકપ વાન પલટી જતા કેનાલમાં ખાબકી હતી અને આ અકસ્માતમાં પાંચથી વધુ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.તેમજ આ અકસ્માતની(Vadodara Accident) ઘટના બનતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગેની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાડાની પીકઅપ વાનમાં મુસાફરો દાહોદથી વડોદરા આવતા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બોલેરો પીકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક લોકોએ પીકઅપમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. 12થી 15 લોકો બોલેરો પીકઅપ વાનમાં હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં બે બાળકો અને બે યુવકો સહિત ચાર લોકોના મોત થયા છે. ભાડાની પીકઅપ વાનમાં મુસાફરો દાહોદથી વડોદરા આવતા હતા.

પીકઅપ વાનમાં 12થી 13 લોકો સવાર હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બુધવારે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. જેમાં 12થી 13 લોકો સવાર હતા. જે પૈકી 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ ઘટનાના પગલે 6થી 7 એમબ્યુલન્સ પહોંચી ગઇ હતી અને 4 જેટલી એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ પહોંચી ગઇ હતીં.આ સાથે જ કોટંબી ખાતે સ્થળ પર ફાયર બ્રિગેડનો કાફલો પણ પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સાથે જ જાણવા મળ્યું છે કે મૃતકમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા
અકસ્માતની આ ઘટનાને લઈને 6થી 7 એમબ્યુલન્સ ઘટના સ્થળે અને 4 જેટલી એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ પહોંચી ગઇ છે. કોટંબી ખાતે ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ છે. 5 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ કૃપાલસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમે FSLની પણ મદદ લીધી છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે.બોલેરો પાણીમાં હતી જેથી ફાયર બ્રિગેડે ગાડી બહાર કાઢી હતી અને 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.