થોડા દિવસ પહેલા બેંગ્લુરુમાં ઝોમેટો ડિલિવરી બોય મારપીટ ઘટનામાં કેસ ઉલટો પડતો હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનામાં હવે મહિલા સામે FIR દાખલ કરવામાં આવી છે. મહિલા પર ડિલીવરી બોય સાથે મારઝુડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે આરોપી મહિલાએ ડિલીવરી બોયને ચપ્પલ વડે માર માર્યો હતો. અપશબ્દો કહ્યાં હતા અને બાદમાં તેની સામે ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી.
હકીકતમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયા પર વીડિયો નાંખી આરોપ લગાવ્યો હતો કે, ઝોમેટોના ડિલીવરી બોયે તેના ચહેરા પર પંચ માર્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઈ વ્યાપક ચર્ચા થવા લાગી હતી. ઓર્ડર કેન્સલ કરવાને લીધે યુવતી પર હુમલો કરવાના આરોપમાં ડિલીવરી બોયની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ડિલીવરી બોય કામરાજનો દાવો છે કે, યુવતીએ પોતાને ઈજા પહોંચાડી હતી.
કામરાજે કહ્યું કે, ટ્રાફિકને લીધે ડિલીવરી લેટ થવાના સંજોગોમાં મે પહેલા તેની માફી માંગી. પણ તે સતત મારી સાથે મોડા આવવા બદલ ઝઘડો કરતી રહી. યુવતીએ મને પૈસા આપવાનો પણ ઈન્કાર કર્યો તો મે ખાવાનું પાછું કરવા કહ્યું, પણ તેણે ખાવાનું પાછુ આપ્યું નહીં. તે સમયે તેણે ચપ્પલથી મને મારવાનો પ્રયત્ન કર્યો. જ્યારે હું મારી જાતને બચાવવા જઈ રહ્યો હતો ત્યારે છોકરીને તેનો જ હાથ મોઢા પર વાગ્યો અને તેણે હાથમાં પહેરેલી રિંગને લીધે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ડિલીવરી બોયનું આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કામરાજનો પક્ષ લઈ રહ્યા છે.
આ અંગે પરિણીતિ ચોપડાએ પણ બેંગ્લુરુમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશ ચંદ્રાની પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા ડિલીવરી બોય કામરાજને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોને અપીલ કરતા લખ્યું હતું કે, ઘટનાની તપાસ કરાવો અને તેને જાહેર કરો. જો આ વ્યક્તિ નિર્દોષ છે તો પ્લીઝ તે મહિલાને સજા અપાવવામાં અમારી મદદ કરો. તે અમાનવીય, શરમજનક તથા હૃદય તોડનાર છે. પ્લીઝ જણાવો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું છું.
હાલ સોસીયલ મીડિયામાં કામરાજની એક વાત પણ ખુબ વાયરલ થઇ રહી છે કે, કામરાજે કહ્યું છે કે હું આજીવન એ મહિલાને મફતમાં ખવડાવીસ. સોસીયલ મીડિયામાં આ વાતને લઈને ઘણા memes વાયરલ થઇ રહ્યા છે. આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં લખેલું છે કે, કામરાજ આજીવન પેલી મહિલાને જમવાનું ફ્રરી માં આપશે.
Damn this lady has no limits on lying and misguiding people. #ReinstateKamaraj #kamaraj #zomatodeliveryboy #Shameonhitesha pic.twitter.com/YBjUAiZZfv
— Tushar Kant Naik ॐ♫₹ (@tushar_kn) March 14, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle