મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે મહત્વની કેબીનેટ બેઠક- આ મોટા મુદ્દાઓ પર થશે ખાસ ચર્ચા

ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting) મળવા જઈ રહી છે. આ કેબીનેટ બેઠકમાં મહત્વના મુદ્દા(Important points)ઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી શકે છે. રાજ્યમાં અતિવૃષ્ટિ(Heavy rain)ને કારણે ખેડૂતોને જે પણ નુકશાન થયું છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરીને મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે તેવી પુરેપુરી શક્યતાઓ છે. કેબીનેટ બેઠકમાં ખાસ કરીને ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખીને મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

ખેડ઼ૂતોને સહાય આપવા મુદ્દે થશે ચર્ચા:
હમણાં જ થોડા સમય પહેલા અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. જેથી ખેડૂતોને સહાય આપવા મામલે પણ ગુજરાત સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. જેને લઈને આજે મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. અમે તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ખુબ જ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને ખુબ જ વધારે પ્રમાણમાં નુકશાન થયું છે. જેને લઈને આજે કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.

આગામી સમયમાં ભારે વરસાદ પગલે થશે ચર્ચા:
આગામી સમયમાં અને હાલમાં પડી રહેલા ભારે વરસાદની શક્યતાને લઈને પણ આજે કેબીનેટ બેઠકમાં મહત્વની ચર્ચા થશે. જેમા વરસાદને પગલે તૈયારીઓને લઈને પણ આજે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી શકે છે. ગુલાબ વાવાઝોડાને કારણે વધુ એક ‘શાહિન વાવાઝોડું’ સક્રિય થવાનું છે. જેના કારણે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. જેથી ભારે વરસાદ મુદ્દે પણ બેઠકમાં ખાસી ચર્ચા કરવામાં આવી શકે છે.

મંત્રીઓના પ્રવાસને લઈને કેબીનેટ બેઠકમાં થશે ચર્ચા:
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીઓના રાજ્યમાં પ્રવાસને લઈને પણ આજે બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે. પરંતું સૌથી અગત્યનો મુદ્દો આ કેબીનેટ બેઠકમાં અતિવૃષ્ટિનો રહેશે. કારણ કે, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતી ખુબ જ ખરાબ થઈ છે. આજે પણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે. જેથી તેને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *