સોશિયલ મીડિયામાં બે વર્ષ પહેલા યુવતી સાથે થયો પ્રેમ- પ્રેમમાં દગો મળતા 18 વર્ષના યુવાને…

આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમસંબંધનો અંત મોતથી આવતો હોય છે. આવો જ એક કિસ્સો જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહી રહેતા યુવાને સોશ્યલ મીડિયા મારફત પ્રેમમાં નાશીપાસ થઈ સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. શહેરનાં દાસી જીવણ પરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પરમારનો 18 વર્ષનો પુત્ર અજયે સવારે જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે છતના હૂક સાથે ચૂંદડીનો ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

મળતી માહિતી મુજબ, અજય ત્રણ ભાઈઓમાં બીજા નંબરનો હતો અને તે સાડીઓના પેકિંગનું મજૂરી કામ કરતો હતો. અજય દોઢ બે વર્ષ પહેલા સોશ્યલ મીડિયા મારફતે એક યુવતી સાથે સંપર્કમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અને આ સંપર્ક પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગયો. જેમાં છેલ્લા ત્રણેક દિવસથી આ પ્રેમ ભગ્ન થઈ ગયો હતો‌.

આ અંગે અજયને ખૂબ લાગી આવ્યું હતું. જેથી પાન-માવાનું પણ વ્યસન ક્યારેય ન રાખનારો અજય દારૂ પીતો થઇ ગયો હતો. આ ઉપરાંત પ્રેમિકા ભુલાતી જ ન હોવાથી તેના માતા-પિતા દુ:ખદ પ્રસંગે ગયાં હતા અને ભાઈઓ કામ પર ચાલ્યા ગયા હતા તે દરમિયાન અજયે નાસ્તો કર્યો અને પછી ઘરે જ ફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ અજય જયાં કામ પર જતો હતો ત્યાં દસેક વાગ્યા સુધી ન પહોંચતાં સાથી કામદારોએ તેનાં ભાઈને કોલ કરી અજય હજુ સુધી કામ પર આવ્યો ન હોવાની જાણ કરી હતી.

જેથી તેનાં ભાઈએ અજયના મિત્રને ફોન કર્યો અને તે ઘરે છે કે નહીં તે જોવાનું કહેતાં તેનો મિત્ર ઘરે ગયો અને દરવાજો આગડિયો લગાવ્યા વગર ખુલ્લો જોવા મળ્યો. જે ખોલીને જોતાં અજય ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. જેથી સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલે લાવતાં ફરજ પરનાં ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *