વડાપ્રધાન પીએમ મોદીએ CBSE શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારની મળેલી કેબીનેટની બેઠકમાં સતાવાર રીતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવાશે નહીં.
આજની કેબિનેટ બેઠકમાં ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગત રોજ CBSCની ધોરણ 12ની પરીક્ષા રદ થયા બાદ ગુજરાતમાં પણ પરિક્ષા રદ્દ કરવાની માંગ તેજ થઇ હતી. જે બાદ અંતે આજે ગુજરાત બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાને રદ કરવામાં આવી છે. ગુજરાતના 6.92 લાખ વિદ્યાર્થીનો કોરોના સંક્રમણ અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. મુખ્યમત્રી વિજય રૂપાણી દ્વારા વિધાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો નિર્ણય.
ધોરણ 12 સાયન્સના 1.40 લાખ વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ વિધાર્થીઓ મળીને કુલ 6.92 લાખ વિધાર્થીઓ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. જયારે આ વિધાર્થીઓની તારીખ 1 જુનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેમની પરીક્ષાનો કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો.
આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. જયારે હવે રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહની પરીક્ષા લેશે નહી.
નીટ-જેઇઇ પર્રીક્ષા તો લેવાશે જ:
ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ઇન્ટર્નલ પરીક્ષાના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી માટે મેડિકલ પ્રવેશની નીટ, ઇજનેરી પ્રવેશ માટેની જેઇઇ પરીક્ષા તો લેવાશે જ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.