મહેસાણા નજીક એકટીવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત- પતીને આ હાલતમાં જોતા પત્નીએ…

હાલમાં ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે જેમાં મહેસાણા નજીક એક એક્ટિવાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ દરમિયાન અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા નજીક આવેલા ભાંડું ગામ પાસે એક એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ફંગોળાઈ ગઈ અને એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો.

નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ દરમિયાન આસપાસના સ્થાનિકો સ્થળ પર પહોચી ગયા હતા અને તેમના દ્વારા પોલીસ તેમજ 108ને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી.

મૃતક યુવાનના પરિવારજનોને અકસ્માતની જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતક યુવાનની પત્ની તેના બાળક સાથે સ્થળ પર પહોંચતા મૃત પતિને જોઈ ભાંગી પડી હતી અને ભારે આક્રંદ સાથે પોતાના પતિને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહી હતી. આ દ્રશ્ય હદય દ્રવી ઉઠે તેવું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *