Indian student Found Dead in America: એક યુવકને માનવતા બતાવવાની એટલી ભયાનક સજા મળી કે તેનો આત્મા કંપી ઉઠ્યો. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયામાં બની હતી. એક ભારતીય વિદ્યાર્થીને(Indian student Found Dead in America) હથોડા વડે માર મારવામાં આવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. 36 સેકન્ડમાં 27 હથોડાના માર માર્યા… મૃતક વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે માનવતા દાખવી તેમણે આરોપીને ફૂડ માર્ટની અંદર પ્રવેશવા દીધો, કારણ કે બહાર ખૂબ જ ઠંડી હતી. મૃતક વિદ્યાર્થી ફૂડ માર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો અને કેટલાક દિવસોથી આરોપીને કોઈને કોઈ રીતે મદદ કરતો હતો.
મૃતક જ્યોર્જિયા ભણવા માટે આવ્યો હતો
ચીસો અને અવાજ સાંભળીને ત્યાંથી પસાર થતા લોકો એકઠા થવા લાગ્યા અને આરોપીઓ ધમકીઓ આપતા સ્થળ પરથી ભાગી ગયા. આ ઘટના અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કેદ થયા છે. જનરલ સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ હત્યારા વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ માટે પણ પ્રયાસો હાથ ધરાયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ભારતીય હતો જે ભણવા આવ્યો હતો અને જનરલ સ્ટોરમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો, પરંતુ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
આરોપી ફૂડ માર્ટની બહાર રોડ પર સૂતો હતો
મૃતકની ઓળખ વિવેક સૈની તરીકે કરવામાં આવી છે અને આ ઘટના 18 જાન્યુઆરીએ બની હતી, જેની વિગતો હવે બહાર આવી છે, જ્યોર્જિયાની સ્થાનિક ચેનલના અહેવાલમાં જણાવાયું છે. વિવેક લિથોનિયામાં સ્નેપફિંગર અને ક્લેવલેન્ડ રોડ પર શેવરોન ફૂડ માર્ટમાં ક્લાર્ક હતો. તેના પર 53 વર્ષીય જુલિયન ફોકનરે હથોડી વડે હુમલો કર્યો હતો, પરંતુ વિવેક તેની સામે પોતાનો બચાવ કરી શક્યો ન હતો.
માનવતા દાખવવી પડી ભારે
રિપોર્ટ અનુસાર, ફૂડ માર્ટના કર્મચારીઓએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે 14 જાન્યુઆરીની સાંજથી તેઓ રસ્તા પર સૂઈ રહેલા જુલિયનને દરરોજ સ્ટોરની અંદર જવા દેતા હતા. ફૂડ માર્ટના એક કર્મચારીએ પોલીસને જણાવ્યું કે હત્યાના આરોપીએ ચિપ્સ અને કોક માંગ્યા હતા. અમે તેને પાણી સહિત બધું આપ્યું. તેને 2 દિવસ સુધી મદદ કરી. એક કર્મચારીએ જણાવ્યું કે હત્યાના આરોપીએ પૂછ્યું કે શું મને ધાબળો મળશે, મેં કહ્યું કે અમારી પાસે ધાબળો નથી, તેથી મેં તેને જેકેટ આપ્યું. તે દુકાનની અંદર અને બહાર ફરતો હતો અને સિગારેટ, પાણી અને અન્ય વસ્તુઓ માંગતો હતો, પરંતુ તેણીએ વિચાર્યું ન હતું કે તે આવું કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube