ભારે વરસાદથી કાચું મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત

દાહોદ(ગુજરાત): અતિશય વરસાદને કારણે લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે કાચુ મકાન ધરાશાયી થતા 85 વર્ષના એક વૃદ્ધનું મોત થયું હતું. લીમખેડા TDO તથા ત.ક.મંત્રીને બનાવની જાણ થતા…

દાહોદ(ગુજરાત): અતિશય વરસાદને કારણે લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે કાચુ મકાન ધરાશાયી થતા 85 વર્ષના એક વૃદ્ધનું મોત થયું હતું. લીમખેડા TDO તથા ત.ક.મંત્રીને બનાવની જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરુ કરી હતી. રવિવારે વહેલી સવારથી જ લીમખેડા તાલુકામાં મુશળધાર વરસાદ પડવાનું શરૂ થયું હતું.

બપોરે 3.30 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ અને પવનના સૂસવાટાને કારણે એકલવાયું જીવન ગુજારતા મોટીવાવ ગામના 85 વર્ષના વૃદ્ધ રામસિંગભાઈ માનાભાઈ તડવીનું કાચું મકાન ધરાશાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે વૃદ્ધ રામસિંગભાઈ તડવી દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

લીમખેડા તાલુકા વિકાસ અધિકારી એફ.વી.બારીયા તથા મોટીવાવ ગ્રામ પંચાયતના ત.ક.મંત્રી પ્રભાતસિંહ પટેલને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ મૃતક રામસિંગભાઈ તડવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટેની તપાસ શરુ કરી સરકારી સહાય માટે આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *