સુરત પોલીસની SHE ટીમે વૃદ્ધાને પોતાના કળિયુગી નાલાયક પુત્રો અને વહુઓના ચુંગાલમાંથી મુક્ત કરાવી

સુરતમાં ફરીએકવાર માનવતા શર્મસાર થઇ છે. કળયુગમાં અવારનવાર વૃધ્ધાઓ પર થતા અત્યાચારોની ઘટના સામે આવતી રહે છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. જયારે જન્મ અપાનારા માતા પિતાને જ ઘરડાવસ્થામાં તેમના જ સંતાનો તરછોડી દે છે ત્યારે માનવતા શર્મસાર થઇ જાય છે. હાલ આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમની પુત્રવધુ દ્વારા જ માતાને હેરાન પરેશાન કરવાની માહિતી સામે આવી છે. આટલું જ નહિ પરંતુ જાનવર જેવો માર પણ મારવામાં આવતો હતો તેવું પણ સામે આવ્યું છે. સુરત વરછા વિસ્તારના કમલપાર્ક સોસાયટીમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં એક મહિલા તેની વૃદ્ધ સાસુને હેરના પરેશાન અને ક્રુરતાપૂર્વક માર મારી રહી હોય તેવો વિડીયો સામે આવ્યો છે.

વિડીયો સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આસપાસના લોકોને પુછતાછ કરીને પુત્રવધુ અને વૃદ્ધ મહિલાને પોલીસ સ્ટેશન લાવીને પુછતાછ કરવામાં આવી હતી. પીડિતાનું નામ કાંતાબેન ગીરધરભાઈ સોલંકી છે. જેમની ઉંમર વર્ષ ૮૫ વર્ષની છે. પહેલા કાંતાબેન ગામડે રહેતા હતા. પરંતુ પતિના અવસાન પછી તેઓ સુરત આવ્યા હતા. અને સુરતમાં વારાફરતી પોતાના ત્રણેય દીકરાઓના ઘરે છ-છ મહિનાના સમયગાળે રહેતા હતા અને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી તેમના બંને દીકરાએ તેમને સાચવવાનીનાં પાડી દીધી હતી, ને છેવટે ત્રીજા દીકરાના ઘરે રહેતા હતા.

શારીરિક માંદગી અને માનસિક અવસ્થા સારી ન હોવાથી કામકાજ અને રોજીંદી ક્રિયાઓ કરવામાં તકલીફ ઉભી થતી હતી અને આ વાત તેમના પુત્રવધુને નહોતી ગમતી. ૬૦ વર્ષીય તરુનાબેન ભરતભાઈ સોલંકી અવારનવાર કાંતાબેન સાથે ઉગ્ર બોલાચાલી, ઝઘડો અને મારામારી કરતા હતા. પોતાના ત્રણેય દીકરાઓ નજરે જોવા છતાય કઈ પણ બોલતા નહોતા. પરંતુ આજે વિડીયો સામે આવતા ક્રૂર પરિવારજનોની પોલ ખુલી હતી.

વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક વૃદ્ધા પર કેવી ક્રુરતા આચરવામાં આવી રહી છે. કોઈ ભલા માણસે આ ઘટનાનો વિડીયો લઈને આ વૃદ્ધાની તકલીફો દુર કરવાના પ્રયત્નો કાર્ય છે. અને આ ઘટના અંગે વોર્ડ નંબર ૧૪ના કોર્પોરેટર મધુબેન ખેનીએ વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો હતો અને આ મહિલાની સાર સંભાળ અને જવાબદારી લઇને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા. પોલીસની ટીમે આ વૃદ્ધાંને શાંતિદૂત મહિલા મંડળ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમમાં લાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *