Anand Accident: નેસ ગામ નજીક ટુવ્હીલર પર પ્રોવિઝન સ્ટોરનો સામાન લઈને જઈ રહેલા મોગરી ગામના આધેડને હાઈડ્રાક્રેનના ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું હતું. આ અંગે ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે(Anand Accident) ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો અવારનવાર અકસ્માત નોતરતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આવા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઘટનાસ્થળ પર જ મોત
આણંદના મોગરી ગામે રહેતા અને ઠાસરા તાલુકાના નેસ ગામે પ્રોવિઝન સ્ટોર ચલાવતા 50 વર્ષીય કનુભાઈ પરમાર બુધવારે બપોરે ડાકોરથી નેસ ગામે પોતાની દુકાનનો સામાન લઈને ટુવ્હીલર પર જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ નેસ નજીક રસ્તાની સાઈડમાં ઉભા હતા. ત્યારે હાઈડ્રા ક્રેનના ચાલકે કનુભાઈને અડફેટે લીધા હતા. જેથી તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
ચાલાક થયો ફરાર
આસપાસમાં લોકો એકઠા થઈ જતાં ચાલક હાઈડ્રાક્રેન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી સ્થાનિકોએ ઈજાગ્રસ્તને ખાનગી વાહનમાં ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ડાકોર પોલીસ દોડી આવી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
ત્યારે હાઈડ્રાક્રેનનો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે આવીને ટુવ્હીલર ચાલકને અડફેટે લઈ રોડ પર ઘસેડયા હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. રાણીયા રોડ પર દસ દસ દિવસે એક અકસ્માત થાય છે, ડાકોર પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ખનન માફિયાઓ અને કોરીઓવાળાના વાહનો પુરઝડપે દોડાવતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા છે. ત્યારે આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App