હાલમાં થોડા સમયથી સમગ્ર દેશમાં લવ જિહાદને મામલે સતત વિવાદ થઈ રહ્યાં છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે વિધાનસભા ઉપચુનાવ દરમિયાન જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાજયમાં લવ જિહાદ કાયદો લાવવામાં આવશે.
કેબિનેટ 24 નવેમ્બરનાં રોજ ગેર કાનૂની ધર્માંતરણ બિલને પરવાનગી આપી દેવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય ધ્યેય સ્ત્રીઓને સુરક્ષા પુરી પાડવાનો રહેલો છે. આ કાયદામાં ધર્મ છુપાવીને દગો આપીને લગ્ન કરવાના ગુનામાં કુલ 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે રાજયપાલ તરીકેનો પોતાના દોઢ વર્ષનો કાર્યકાળ પુર્ણ કર્યો છે. આ પ્રસંગે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, કોઇ વિષય પર જયારે કાયદો બનાવવામાં આવતો હોય ત્યારે તેની પાછળ કેટલાંક કારણો જવાબદાર રહેલાં છે.
લવ જિહાદની ઘટનામાં મોટાભાગની યુવતીઓ પરેશાન હતી એ વાત એક સર્વેમાં સામે આવતાં આ કાયદો લાવવામાં આવ્યો હતો. તેમણે લવ જિહાદનો કાયદો લાવવા માટે યોગી સરકારનાં વખાણ કર્યાં હતાં. આનંદીબેન પટેલે ખેડુત આંદોલન અંગે પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે, જે ખેડુત સમજદાર છે તેઓ આંદોલનમાં જોડાયા નથી.
ફક્ત પંજાબના ખેડુતો જ પ્રદર્શન કરી રહ્યા છે. જયારે બિલ લાવવામાં આવ્યું ત્યારે કોઇએ કહ્યું નહીં કે કોઇ સમસ્યા છે તેમજ હવે કાયદો બન્યા બાદ પાછો ખેંચવાની વાત કરી રહ્યાં છે. ખેડુતોએ વિચાર કરવો જોઇએ. આનંદીબેન પટેલ લવ જિહાદ મામલે જણાવતાં કહે છે કે, સર્વે થતાં જાણ થઈ કે, કેટલી છોકરીઓના લગ્ન થયા તેમજ તેમાંથી કેટલી છોકરીઓ પરેશાન છે?
અન્ય ધર્મમાં લગ્ન કરનાર કેટલીક છોકરીઓ પિયર પાછી ફરી, કેટલી છોકરીઓએ ફરિયાદ નોંધાવી? કેટલાક મામલાઓમાં છોકરીના માતા પિતા આક્ષેપ લગાવી રહ્યાં છે કે, જેની સાથે લગ્ન કરવામાં આવ્યા હતાં તે યુવકે દિકરીનું નામ બદલી નાંખ્યું છે. આવી ઘટનાઓમાં સતત વધારો થતો જાય ત્યારે બિલ લાવવાની જરૂર પડતી હોય છે.
આનંદીબેન પટેલ જણાવે છે કે, આપણા સમાજ, પરિવાર તથા અંગત સ્તરે હજુ પણ કેટલીક બુરાઇઓ રહેલી છે. જયારે આવી બુરાઇઓ બહાર આવવા લાગે ત્યારે લવ જિહાદ જેવા કડક કાયદા લાવવાની જરૂર ઉભી થતી હોય છે. આવી બુરાઇઓને અટકાવવા માટેની તમામ પરિવારની જવાબદારી રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle