કોહલીની દીકરીનો પ્રથમ ફોટો આવ્યો સામે- જુઓ કોણે કરી દીધો અપલોડ, જાણો કોણ પાડશે નામ

Published on: 11:55 am, Tue, 12 January 21

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રીની પહેલી તસવીર અહીં છે! વિરાટના ભાઈ વિકાસ કોહલી, પરિવારના નવા સભ્યને આવકારવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં હૂંફાળા ધાબળામાં લપેટેલા તેના નાના પગની તસવીર શેર કરી. તેણે કહ્યું, “’ખુશીઓની લહેર, પરી ઘરે આવી ગઈ”

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે 11 જાન્યુઆરીના રોજ બપોરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આપ્યા હતા. હવે અનુષ્કા અને વિરાટની દીકરીની પહેલી તસવીર સામે આવી છે, જેમાં તેના માત્ર પગ જોવા મળે છે. આ તસવીર વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયામાં શૅર કરી છે અને કહ્યું હતું, ‘ખુશીઓની લહેર, પરી ઘરે આવી ગઈ.’

કોહલી અને અનુશકા પોતાની દીકરીનું નામ ‘અન્વી’ રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, વેબ પોર્ટલ DNAના અહેવાલ પ્રમાણે, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ નામકરણ કરશે. દીકરીના જન્મના સમાચાર આપવાની સાથે જ વિરાટે પ્રાઈવસીનું ધ્યાન રાખવાની વાત કહી હતી. વિરાટ કે અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરી નથી. જોકે, તેમના ભાઈએ જે તસવીર શૅર કરી છે, તે પહેલી તસવીર હોવાનું માનવામાં આવે છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

 

View this post on Instagram

 

A post shared by Vikas Kohli (@vk0681)

કોહલી પરીવારના ગુરુ અનંત નારાયણ હરિદ્વારમાં આવેલા અનંત ધામમાં રહે છે. અહીંયા શર્મા પરિવાર અવાર-નવાર આવે છે. અનુષ્કા-વિરાટના લગ્નમાં અનંત બાબા ઈટલી પણ ગયા હતા. 15 વર્ષની ઉંમરમાં અનંત બાબા આધ્યાત્મિકતામાં જોડાઈ ગયા હતા.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. ઓગસ્ટ, 2020માં અનુષ્કા તથા વિરાટે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. લગ્નના ત્રણ વર્ષ અને એક મહિના બાદ બંનેને સંતાનપ્રાપ્તિ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle