નાપાસ કરવાની ધમકી આપી આણંદના નરાધમ શિક્ષકે ધોરણ 10 ની વિદ્યાર્થીની પર અનેકવાર દુષ્કર્મ આચર્યું

આણંદ(Anand): ગુરુ અને શિષ્યના સંબધને આમ તો ખુબ જ પવિત્ર સંબંધ ગણવામાં આવે છે. પરંતુ હાલમાં વિદ્યાનગર (Vidyanagar)માં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અહીં એક શિક્ષકે ધોરણ-10માં નાપાસ કરવાની ધમકી આપીને એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ(Mischief) આચર્યું છે. હાલ પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મળતી માહિતી અનુસાર, વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યૂ નજીક આવેલી એક સ્કૂલમાં ફરજ બજાવતા દર્શન સુથાર નામના શિક્ષકે તેની જ શાળાની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીની ફરિયાદ પ્રમાણે લંપટ શિક્ષકે ગત 20મી માર્ચના રોજ તેણીને સ્કૂલ ખાતે બોલાવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીને કોમ્પ્યુટરના વિષયમાં નપાસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જો પાસ થવું હોય તો તે કહે તેમ કરવાની જણાવ્યું હતું.

જે બાદમાં નરાધમ શિક્ષકે અડપલાં શરૂ કરી દીધા હતા અને વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. એક વાર નહિ, પરંતુ આ લંપટ શિક્ષક ધમકી આપીને વિદ્યાર્થિનીને અલગ અલગ જગ્યાએ બોલાવતી હતો અને મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો.

મારી નાખવાની ધમકી આપી:
આ ઉપરાંત આ વિશે કોઈને જણાવવાની પણ ના પાડી હતી. જો આવું કરશે તો તેના પરિવારના લોકોને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત દુષ્કર્મ અને ધમકીથી ત્રાસીને વિદ્યાર્થિનીએ આખરે આ વાત પોતાના પરિવારના લોકોને જણાવી હતી. જે બાદમાં વિદ્યાનગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ વાતને લઈને લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે, તેમજ આ નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *