યુદ્ધ જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ ભારતીયોએ સેવાની ભાવના ન છોડી, ભૂખમરાથી પીડાતા લોકોને કરાવ્યું ભરપેટ ભોજન

હાલ રશિયા-યુક્રેન વચ્ચે થઈ રહેલું યુદ્ધ(Russia-Ukraine war) ત્યાના લોકો તેમજ અન્ય લોકો માટે પણ પડકાર રૂપ છે. ત્યાના લોકોને તો ખાવા પીવાની સામગ્રી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્તિ નથી. તેમજ યુદ્ધની આવી સ્થિતિમાં કોઈ પણ મદદ કરવા તૈયાર ન થાય ત્યારે શીખ(Sikh) લોકોએ તેમને મદદ કરી છે. સેવા તો શીખોના ડીએનએમાં છે. આ જ કારણ છે કે જ્યારે પણ, જ્યાં પણ સંકટ(Crisis) આવ્યું ત્યારે આ સમુદાય હંમેશા મદદ(Help) માટે આગળ આવ્યો. દેશ-વિદેશમાં આવા ઘણા ઉદાહરણો હશે, જ્યાં શીખોએ પોતાની પરવાહ કર્યા વિના સંકટના સમયે લોકોની મદદ કરી. તેઓને પેટ ભરવા માટે ખોરાક(Food) આપ્યો હશે.

ત્યારે આ જ ભાવના હવે યુક્રેનમાં પણ જોવા મળી રહી છે. અહીં શીખ સમુદાયના લોકો યુદ્ધ સ્થળે લંગરનું વિતરણ કરીને લોકોની સેવા કરી રહ્યા છે. આ સેવા કોઈ સ્વાર્થથી નહીં પરંતુ નિઃસ્વાર્થ ભાવથી માનવતાને બચાવવા માટે કરવામાં આવી રહી છે. મ્યાનમારનું સંકટ હોય, ISISના આતંકવાદી વિસ્તારો હોય, ખેડૂતોનું આંદોલન હોય, દિલ્હીમાં શાહીન બાગનું આંદોલન હોય, પૂરગ્રસ્ત વિસ્તારો હોય, કોરોના મહામારીનું સંકટ હોય, દરેક જગ્યાએ શીખ સમુદાયના લોકો આગળ આવ્યા અને લોકોને ભોજન કરાવ્યું છે.

હવે યુક્રેનમાં, શીખ સમુદાયના લોકો દ્વારા લંગર તૈયાર કરવામાં આવે છે અને ગાડીઓ દ્વારા અલગ અલગ સ્થળે લઈ જઈને વહેંચવામાં આવે છે. તે જ સમયે, ટ્રેનોમાં મુસાફરોને ભોજન પણ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં યુદ્ધ શરૂ થતાની સાથે જ લોકો બેંક ખાતામાંથી પોતાના પૈસા કાઢીને સ્ટોરમાં ગયા અને જથ્થાબંધ રાશન ખરીદીને પોતાના ઘરોમાં સ્ટોર કરી દીધું. જેથી ન તો તે યુદ્ધ દરમિયાન ઘરની બહાર નીકળે અને ન તો ઘરની અંદર રહીને તેને ખાવા પીવાની કોઈ સમસ્યાનો સામનો કરવો પડે. પરંતુ બધા લોકો એક સાથે વધારે પ્રમાણમાં રાશન ખરીદતા હોવાથી  ત્યાંની દુકાનો પણ ખાલીખમ થઈ ગઈ છે.

ખાસ કરીને, જેઓ ત્યાં અભ્યાસ માટે ગયા છે અથવા જેઓ ત્યાં નોકરી માટે ઘરેથી દૂર ગયા છે અને તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની પાસે પૂરતી જગ્યા ન હોવાને કારણે તેઓ ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરી શકતા નથી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારત સરકાર પણ ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલી છે. આવી સ્થિતિમાં શીખોના પ્રયાસોથી ત્યાં રહેતા લોકોને મોટી રાહત મળી છે. તેઓની આ સેવા કરવાની ભાવના ખરેખર ખુબ જ પ્રેરણાદાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *