ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના શામલી (Shamli) જિલ્લામાં એક ઘરનો પાયો ખોદતા સોના, ચાંદી અને તાંબાના સિક્કા મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, જે મજૂરને આ સિક્કા મળ્યા હતા તેણે તેને જ્વેલરીની દુકાનમાં વેચી દીધા હતા. પછી આ પૈસાથી ગામના લોકોને ખવડાવ્યું હતું. આ દરમિયાન વાત ફેલાઈ ગઈ કે મજૂરને ક્યાંકથી ખજાનો મળ્યો છે. આ વાત પોલીસના ધ્યાનમાં આવતા જ મજૂરને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, મજૂર પાસેથી 8 સોનું, 26 ચાંદી અને એક તાંબાનો સિક્કો મળ્યો હતો. જે તેને દાગીનાની દુકાનમાં વેચી દીધા હતા. પોલીસ ટીમ જ્વેલર પાસે પહોંચી, તેની ધરપકડ કરી, સિક્કા કબજે કર્યા હતા. તહસીલદારે દિલ્હી સહારનપુર રોડ પર ખોદકામ અટકાવી દીધું છે અને પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને પણ જાણ કરી છે. સિક્કાઓની રચના અને તેના પરનું લખાણ જોતાં તેઓ પ્રાચીન હોવાનું જણાય છે.
સોમવારે મહેસૂલ વિભાગના લેખપાલ અશ્વની કુમાર, અંકુર કુમાર અને મીનાક્ષી દેવી ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન થોડે દૂર આવેલા પૌરાણિક કૂવાની અંદરથી બે પથ્થર મળ્યા, આરસના પથ્થર પર કંઈક લખેલું હતું. આ પછી મોહલ્લા કસાવાન સ્થિત મસ્જિદમાં રહેતા મૌલાના અબ્દુલ્લાએ કુવામાં પથ્થર પર લખેલી ભાષા ફારસી ભાષામાં છે તેમ કહ્યું.
મળતી માહિતી મુજબ, આ સિક્કા 1000 વર્ષથી વધુ જૂના હોવાનું કહેવાય છે. આ સિક્કા યુસુફ બિન તાશફીન નામના આરબ સમ્રાટના સમયના છે. જે અમીર ઉલ મુસ્લિમ તરીકે પણ ઓળખાતા હતા. અલ્મોરાવિડ રાજવંશ મોરોક્કોમાં કેન્દ્રિત એક શાહી બર્બર મુસ્લિમ રાજવંશ હતો. તેણે 11મી સદીમાં સામ્રાજ્ય સ્થાપ્યું. તે પશ્ચિમ મગરેબ અને અલ-અંદાલુસ સુધી વિસ્તરેલું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.