ભારત દેશમાં મોટાભાગના લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં માને છે. આંધ્ર પ્રદેશ રાજયમાં અંધવિશ્વાસની પરાકાષ્ઠાની એક ઘટના બહાર આવી છે. અહીંયા ચિત્તોર જિલ્લામાં માતા-પિતા દ્વારા એની 2 અપરિણીત દીકરીઓને મારી નાંખવામાં આવી છે. અંધશ્રદ્ધાને લીધે માતા-પિતા દ્વારા આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. આ બનાવ શિવાનગર ગામ ખાતે બની ગયો હતો. યુગલે રવિવારનાં રોજ રાતે કોઈ ધાર્મિક વિધિ કરતી વખતે બન્ને દીકરીઓને મારી હતી.
એમનું એવું માનવું હતું કે, તેઓ ફરીથી સાથે રહી શકે તેથી દીકરીઓને મારી નાખવામાં આવી છે. આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, અપરાધી મહિલા એટલે કે, બન્ને દીકરીઓની માતા ધાર્મિક વિધિમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ સિવાય અપરાધી પિતા સરકારી વિમેન્સ કૉલેજમાંવાઇસ પ્રિન્સિપાલ છે. એટલે કે, ભણેલ ગણેલ પરિવારમાં આ ઘટના બની છે. પોલીસનાં જણાવ્યા મુજબ અપરાધી એન પુરુષોત્તમ નાયડૂ મડનપાલ્લે ગવર્નમેન્ટ વિમેન્સ ડિગ્રી કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ છે.
નાયડૂની પત્ની પદ્મજાએ એક ખાનગી એજ્યુકેશનલ સંસ્થામાં કોરસ્પોન્ડન્ટ તેમજ પ્રિન્સિપાલ તરીકે કાર્ય કરે છે. પુરુષોત્તમ તેમજ પદ્મજાને અલેખ્યા 24 વર્ષીય તેમજ સાઇદિવ્યા 22 વર્ષીય નામની 2 દીકરી હતી. તેમાંથી મોટી દીકરી ભોપાલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી દ્વારા BBAનો અભ્યાસ પૂરો કરવામાં આવ્યો હતો તેમજ A.R. રહેમાન મ્યુઝિક એકેડેમી ખાતે તાલિમ લેતી હતી. બધા લોકો ગત વર્ષે જ શિવાનગર ખાતે નવા બનાવેલા ઘરમાં રહેવા આવી ગયા હતા.
ગામનાં લોકોએ જણાવ્યું છે કે, પરિવાર વારંવાર એમનાં ઘરે પૂજા કરતા હતા. માત્ર એટલું જ નહીં, રવિવારનાં દિવસે રાતે વિશે પૂજા કરતા હતા. મળેલ માહિતી મુજબ માતા-પિતા દ્વારા સૌ પ્રથમ નાની દીકરીને ત્રિશૂલ મારીને મારી નાંખી હતી. જે પછીમાં મોટી છોકરીને ડમ્બેલ મારીને મારી નાંખી હતી. આમાં તેણીનાં મોઢામાં તાંબાની નાની વાટકી રાખી હતી. દીકરીઓની હત્યા પછી નાયડૂ દ્વારા તેની સાથે નોકરી કરતા મિત્રોને જાણ કરવામાં આવી હતી.
બધા લોકો એમનાં ઘરે પહોંચી ગયા હતા તેમજ પોલીસને જાણ કરી હતી. DSP રવિ મોહન ચરી દ્વારા કહ્યું હતું કે, અપરાધી તેમજ પીડિત બધા લોકો ધાર્મિકતામાં ડૂબ્યા હતા. DSPએ કહ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, દંપતીએ તેની બન્ને દીકરીઓની એ માટે હત્યા કરવામાં આવી. જેનાંથી તેઓ ફરીથી સાથે રહી શકે. છોકરીની માતા પદ્મજા દ્વારા બન્ને દીકરીઓને માર મારીને મૃત્યુ ઘાટ ઉતારી હતી. આ દીકરીઓનાં પિતા પુરુષોત્તમ નાયડૂ ત્યાં હાજર હતા.”
પોલીસનાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ તેમજ પદ્મજા અમુક સમયથી કોઈ ચમત્કાર થાય તે માટે ઘરે પૂજા કરતા હતા. આ જ કડીમાં રવિવારનાં દિવસે પણ ઘરે પૂજા કરી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આમાં તેઓ એવું કહેતા હતા કે, એમની દીકરીઓ પાછા જીવિત થશે. સાથે તેઓ એવું પણ કહેતા હતા કે, કળિયુગનો અંત આવ્યો છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે, અપરાધી પદ્મજા કર્મકાંડમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle