High Risk Warning For Android: ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ કરોડો એન્ડ્રોઈડ (Android) યુઝર્સને ખાસ કરીને લેટેસ્ટ એન્ડ્રોઈડ 15 યુઝર્સ માટે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં (High Risk Warning For Android) ઘણી ખામીઓ જોવા મળી છે. આનો ઉપયોગ કરીને, હેકર્સ તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર હુમલો કરી શકે છે, જેનાથી ઈમ્પોર્ટન્ટ ડેટા ચોરી થઈ શકે છે, આ સાથે જ ડિવાઇસ અનસ્ટેબલ એટલે કે અથવા તો ડિવાઇસ ક્રેશ થઈ શકે છે.
હાઇ રિસ્ક કેટેગરીમાં માર્ક
CERT-In ના અહેવાલ (CIVN-2024-0349) એ આ ખામીઓને ઉચ્ચ જોખમની શ્રેણીમાં મૂકી છે. આ ચેતવણી માત્ર વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે જ નહીં પરંતુ Android ઉપકરણો પર આધારિત સંસ્થાઓ માટે પણ ચિંતાનો વિષય છે.
આ Android વર્ઝન વાળા ડિવાઈસ જોખમમાં
આ Android વર્ઝનમાં સરકારી એજન્સીએ ખામીઓ દર્શાવી છે
Android 12
Android 12L
Android 13
Android 14
Android 15
આ ડિવાઇસ જોખમમાં હોવાનું સામે આવ્યું છે
CERT-In has published Vulnerability notes on its website (25-11-2024)
Multiple Vulnerabilities in Androidhttps://t.co/ik8DtXDeqC
Multiple Vulnerabilities in Intel Productshttps://t.co/sNQ9QX29BO
Multiple Vulnerabilities in Fortinet Productshttps://t.co/pDIFUXJzVG— CERT-In (@IndianCERT) November 26, 2024
કેવી રીતે સુરક્ષિત રહેવું?
CERT-Inએ આ ખતરાથી બચવા માટે કેટલાક ઉપાયો બતાવ્યા છે.
1. પોતાના Android ડિવાઈસને અપડેટ કરો: Google અને ડિવાઈસ મેન્યુફેક્ચરર્સ (OEM) દ્વારા જાહેર સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ કરો. આ માટે તમારે ડિવાઈસ અપડેટ કરવા માટે Settings > System Upgrade > Check for Updates ઓપ્શન પર ક્લિક કરો.
2. માત્ર વિશ્વસનીય સોર્સથી એપ્સ ડાઉનલોડ કરો: હંમેશા Google Play Store પરથી જ એપ્સ ઈન્સ્ટોલ કરો. અનવેરીફાઈજ પ્લટફોર્મથી એપ્સ સાઈડલોન ના કરો.
3. એપ્લિકેશનની પરમિશન ચેક કરો: જેની જરૂરત ન હોય તેવી એપ્સની પરમિશન ઓફ કરી દો. મહત્ત્વની એપ્સ માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો.
4. ડિવાઈસ એન્ક્રિપ્શન ઓન કરો: ડિવાઈસ અને ડેટાને સુરક્ષીત રાખવા માટે ડિવાઈસ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App